શાળા પ્રવેશોત્સવને બેઠકનું આયોજન 23થી 25 જૂન દરમિયાન કરવામાં આવશે ત્યારે શાળા પ્રવેશોત્સવને લઈને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં મહત્વની બેઠક યોજવામાં આવી
હતી. દરેક જિલ્લામાં સરકારના પ્રધાનો આ શાળા પ્રવેશોત્સવની અંદર હાજર રહેશે. 23થી 25 જૂન એમ ત્રણ દિવસ દરમિયાન રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવ યોજવામાં
આવશે. બાળકોને શાળામાં આવકારવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નવી સરકારનો પ્રથમ શાળા પ્રવેશોત્સવ છે. જેથી તેને લઈને મહત્વપૂર્ણ બેઠક ગાંધીનગર સચિવાલય ખાતે મળી હતી. આગામી સમયમાં તમામ જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ રહેશે.પ્રવેશ કીટની સાથે જ બધી વસ્તુઓ શાળા પ્રવેસોત્સવની લઈને આપવામાં આવશે.
વર્ષ વિત્યા બાદ શાળાઓ રેગ્યુલર થઈ છે. ત્યારે વેકેશન બાદ શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવશે. અગાઉના બે વર્ષ કોરોનામાં વિત્યા હોવાથી વિદ્યાર્થીઓનું ભણતર ઘરે જ
ઓનલાઈન વિત્યુ છે ત્યારે નવા વિદ્યાર્થીઓને અત્યારે કોરોનાની સ્થિતિ કાબુમાં હોવાશી શાળામાં એડમિશન મળી રહ્યા છે.
રાજ્યનુ પ્રત્યેક બાળક શિક્ષણ મેળવે અને વાલીઓ પોતાના બાળકોને શિક્ષણ આપવા જાગૃત થાય તે આશયથી રાજ્યમાં પ્રતિ વર્ષ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે. જેના પરિણામે રાજ્યમાં બાળકોના ડ્રોપ આઉટ રેશિયોમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે.
Trending
- હોળી પાર્ટીમાં તમારા લુકને ગ્લેમરસ બનાવો, આ સફેદ ઓર્ગેન્ઝા ગાઉનને સ્ટાઇલ કરો
- વર્ષનું પહેલું સૂર્યગ્રહણ ચૈત્ર અમાવસ્યાના રોજ થશે, જાણો તર્પણ, સૂતક કાળ વગેરે ..
- આ સેડાનમાં ડીઝલ એન્જિનનો વિકલ્પ પણ ઉપલબ્ધ , કંપનીએ જણાવ્યું કે તે ક્યારે લોન્ચ થશે?
- સાપ પકડાઈ જતાં પોતાના શરીરમાંથી આ વસ્તુ કાઢી નાખે છે, જવાબ જાણીને તમને નવાઈ લાગશે
- ૧૮ મહિના પછી કેતુ સિંહ રાશિમાં ગોચર કરશે, આ ૩ રાશિઓ માટે આવશે સારો સમય
- 20 હજારથી ઓછી કિંમતના પાંચ શક્તિશાળી 5G ફોન, OnePlus અને Samsung પણ યાદીમાં
- પાણીમાં સોજી અને ચણાની દાળમાંથી સ્વાદિષ્ટ ટિક્કી બનાવો ,એકદમ ટેસ્ટી અને ચટાકેદાર બનશે
- પરીક્ષામાં હાજરી ન આપી શકે તે માટે ધોરણ ૧૦ ના વિદ્યાર્થીનું અપહરણ, બદમાશોએ તેને રૂમમાં બંધ કરીને માર માર્યો