વેબસાઇપ પર સુવિધા: ધો.12 સાયન્સના ગુણચકાસણીના રિપોર્ટ બોર્ડની વેબસાઇટ પર મુકાયા 10 જુલાઇ સુધી વેબસાઇપ પર સુવિધા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયા બાદ ગુણ ચકાસણી ઉત્તરવહી અવલોકન અને ઓએમઆર કોપી મેળવવા માટે નિયત સમય મર્યાદામાં મળેલી અરજીઓ ચકાસણીની પ્રક્રિયાના અંતે થયેલા આખરો સુધારા દર્શાવતો રિપોર્ટ, ઓએમઓઆર કોપી અને વેરિફિકેશન રિપોર્ટ બોર્ડની વેબસાઈટ પર ઓનલાઈન મુકવામાં આવેલ છે. પરથી 27 જૂન થી ૧૦ જુલાઇ દરમિયાન તેમના દ્વારા કરવામાં આવેલી અરજીની વિગતો જેમ કે સીટ નંબર મોબાઈલ નંબર અને પાસવર્ડ એન્ટર કરીને ઓનલાઇન ડાઉનલોડ કરવાનો રહેશે. અવલોકન કે ગુણ ચકાસણી બાદ જે વિદ્યાર્થીઓના પરિણામમાં સુધારો થયો હોય તે જગ્યા નદીઓના ગુણપત્રક પ્રમાણપત્રક સંબંધિત શાળાઓને મોકલી આપવામાં આવશે શાળાઓએ આ ગુણપત્રક સંબંધિત વિદ્યાર્થીઓને સત્વરે વિતરણ કરી તેમની પાસેથી અગાઉ મળેલું પત્ર અને પ્રમાણ પત્ર પરત મેળવી બોર્ડની કચેરીમાં જમા કરાવવાના રહેશે તે બોર્ડના નાયબ નિયામક ની.કે. મહેતાએ જણાવ્યું છે. ગુણ ચકાસણી બાદ જે વિદ્યાર્થીઓ એક કે બે વિષયમાં અનુત્તર રહેતા હોય અને પૂરક પરીક્ષા આપવા ને પાત્ર થતા હોય તેવા વિદ્યાર્થીઓ ના બેઠક નંબર અને નામ સાથેની યાદી શાળાના લેટરપેડ પર તૈયાર કરી જરુરી પરીક્ષા આપી સાથે બોર્ડમાં 5 જુલાઈ સુધીમાં મોકલવાની રહેશે. કન્યા અને દિવ્યાંગ ઉમેદવારોને ફીમાં મુક્તિ આપેલ હોય તેમની પાસેથી ફી લેવાની રહેતી નથી પરંતુ આવેદનપત્રની વિગતો મોકલવી ફરજીયાત છે તેમ ડીઇઓ કચેરીના રાજુભાઈ ભટ્ટે જણાવ્યું
Trending
- નેપાળના વડાપ્રધાન ઓલી ચીનની યાત્રા માટે નીકળ્યા
- એક અઠવાડિયામાં બેરૂત પર ઈઝરાયેલનો ચોથો હુમલો, ડઝનેક ઈમારતો નાશ પામી
- રશિયાએ યુક્રેનમાં પહેલીવાર MIRVનો ઉપયોગ કરીને તબાહી મચાવી દીધી
- Amazon પર 34 હજાર રૂપિયા સસ્તો મળી રહ્યો છે iPhone, ઑફર તરત જ ચેક કરો
- કોણ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી? જીત બાદ દેવેન્દ્ર ફડણવીસે મૌન તોડ્યું
- બ્રાન્ડ લીડ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેની કરારી હાર
- પાકિસ્તાનનો ખૈબર પખ્તુનખ્વા પ્રાંત થયો અશાંત, જૂથવાદી હિંસામાં 18 લોકોના મોત
- અદાણી પછી, યુએસ ન્યાય વિભાગની ભારત પર બીજી મોટી કાર્યવાહી, બાયડેને બગાડ્યા સંબંધો