એક બાજુ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે સાથે સાથે મેલેરિયા તથા વાયરલ બિમારીના દર્દીઓમાં પણ ચિંતાજનક વધારો થયો છે તેમ છતા ગાંધીનગર સિવિલમાં ફરજ બજાવતા મેડિકલ કોલેજના તબીબી શિક્ષકોની બદલીના હૂકમોનો સિલસિલો અટકતો નથી. દર્દીના હિતને ધ્યાનમાં રાખ્યા વગર વધુમાં વધુ મેડિકલ કોલેજો શરૃ કરવાની મહત્વકાંક્ષાને પગલે ગાંધીનગર કોલેજના અગાઉ ૨૧ જ્યારે હવે વધુ ૩૩ તબીબી શિક્ષકોની બદલીના હૂકમો આવ્યા છે જેમને રાજપીપળા, મોરબી તથા નવસારીમાં ખસેડવામાં આવ્યા છે.ડોક્ટરો વગર મેડિકલ કોલેજો શરૃ કરવાનો રાજ્ય સરકારનો મહત્વાકાંક્ષી અને જોખમી પ્રોજેક્ટ ચાલી રહ્યો છે જે અંતર્ગત ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ સોસાયટી દ્વારા નવી અને જુની કોલેજોમાં ઇન્સ્પેક્શનને ધ્યાનમાં રાખીને ગાંધીનગર-સોલા સહિત અન્ય કોલેજોમાંથી ડોક્ટરોને જ્યાં ઇન્સ્પેક્શન આવવાનું છે તે પોરબંદર, ગોધરા ઉપરાંત રાજપીપળા, મોરબી તથા નવસારી ખાતે ખસેડવામાં આવ્યા છે. અગાઉ ગાંધીનગર મેડિકલ કોલેજના ૨૧ જેટલા તબીબી શિક્ષકોને પોરબંદર તથા ગોદરા માટે ઓર્ડર કરવામાં આવ્યા હતા જ્યારે ગઇકાલે વધુ ૩૩ તબીબી શક્ષકોના રાજપીપળા, મોરબી તથા નવસારી ખાતે બદલવામાં આવ્યા છે જેના કારણે ગાંધીનગર મેડિકલ કોલેજના કુલ ૫૪ ડોક્ટરોનું મોરલ ડાઉન થયું જ છે સાથે સાથે ગાંધીનગર મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓના ભાવિ સાથે પણ સોસાયટી દ્વારા ચેડાં કરવામાં આવી રહ્યા છે. એટલુ જ નહીં, ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોની ઘટ ઉડીને આંખે વળગી રહી છે ઓપીડીમાં ભીડ જોવા મળી રહી છે તો વોર્ડમાં પણ દર્દીઓને ડોક્ટરો તપાસવા નહીં આવતા હોવાની ફરિયાદો ઉઠી રહી છે. દર્દીના સ્વાસ્થ્યના ભોગે અને વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડાં કરીને ડોક્ટરોની બદલી કરવાની આ બદલીઓ રદ કરીને નવી ભરતી કરવામાં આવે તેવી માંગણી પણ ઉઠવા પામી છે નહીં તો આ ડોક્ટરો પણ સોસાયટી તથા સરકારનો હોથ છોડીને જતા રહેશે.જે કોલેજોમાં મેડિકલ કાઉન્સીલનું ઇન્સ્પેક્શન આવવાનું છે ત્યાં ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ સોસાયટી હસ્તકની અન્ય મેડિકલ કોલેજના તબીબી શિક્ષકોની બદલી કરવાનો દૌર ચાલી રહ્યો છે. જે અંતર્ગત ગાંધીનગર મેડિકલ કોલેજમાંથી અગાઉ ૨૧ જ્યારે બીજા દોરમાં ૩૩ મળીને કુલ ૫૪ તબીબી શિક્ષકોની બદલી કરવાના હૂકમો કરવામાં આવ્યા છે જેના કારણે સિવિલમાં તો દર્દીની ઘટ ઉડીને આંખે વળગી જ રહી છે પરંતુ જે વિદ્યાર્થીઓ લાખ્ખો રૃપિયા ફી ચૂકવીને મેડિકલમાં ભણવા માટે આવ્યા છે તેમના ભાવિ પણ અંધકારમય જોવા મળી રહ્યા છે. તબીબી શિક્ષકોની બદલીને કારણે અહીં જે તબીબો ભણાવતા હોય તેમને તબક્કાવાર પોરબંદર, ગોધરા ઉપરાંત રાજપીપળા, મોરબી તથા નવસારી મુકવામાં આવ્યા છે. જેથી અહીં તેમના લેક્ચર અન્ય શિક્ષકોને લેવા પડશે અહીં પણ કામગીરીનું ભારણ વધી જવાને કારણે સીધી અસર આ વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપર પડશે તે વાત નક્કી છે જેને પગલે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ પણ લાલઘૂમ થયા છે.
Trending
- મહારાષ્ટ્ર-ઝારખંડ ચૂંટણી પરિણામો પહેલા કોંગ્રેસનો મોટો નિર્ણય, આ નેતાઓને સોંપી મોટી જવાબદારી
- લંડન એરપોર્ટ પર મચી અફરા-તફરી, હજારો મુસાફરો રસ્તા અને પાર્કિંગ પર ફસાયા
- અદાણી વિવાદ વચ્ચે SEBIએ કરી કાર્યવાહી, સ્ટોક એક્સચેન્જો પાસેથી માંગવામાં આવી આ માહિતી
- બંધારણ દિવસ ક્યારે અને શા માટે ઉજવવામાં આવે છે? જાણો તેના વિશેની રસપ્રદ બાબતો
- રાજ્ય શિક્ષણ મંત્રાલયની મહત્ત્વપૂર્ણ સૂચના: વિદ્યાર્થીઓને ગરમ કપડા બાબતે સ્કૂલ નહીં કરી શકે દબાણ
- દલાલોની મદદથી ભારત પહોંચ્યા બાંગ્લાદેશીઓ, ત્રિપુરામાંથી 12ની ધરપકડ
- ગુજરાત સરકારની ખેડૂતોને મોટી ભેટ, હવે ખેતીમાં આ સમસ્યા નહીં થાય
- જાપાનમાં લાપતા લેડીઝનું વર્ચસ્વ, કમાણીની બાબતમાં પઠાણ અને સલાર પણ પાછળ