પ્રેરણારૂપી પાત્ર સ્ટેજ પરથી ઉતરતા જ તાળીઓનો ગડગડાટ ને વિડીયો તેમજ ફોટોગ્રાફી માટે ઊભેલા લોકોની વચ્ચેથી ખુલ્લા વાળ, મોટો ગોળો ચાલ્લો ને સાદી પરંતુ મનમોહક ચાલ સાથે સાડીનું પલ્લુ સરખું કરતાં અને પાટલીઓ પકડી સ્ટેજના દાદર પરથી સહજતાથી નીચે ઉતારતા જ મેઘનાની આસપાસ ટોળું વળી ગયું.આ ટોળું હતું ઓટોગ્રાફ લેવા આવેલ મેઘનાની ચહિતી જનતાનું, આ ટોળુ હતું મેઘના સાથે સેલ્ફી અને હાથ મિલાવનારનું… મેમ.. સેલ્ફી… મેમ ફોટો.. મેમ વન પીક વિથ યુ… મેમ ઓટોગ્રાફ પ્લીઝ… સાથે સાથે મેમ પ્રાઉડ ઓફ યુ યુ… થૅન્ક યુ ના અઢળક સંવાદો મેઘનાના કાનમાં સંગીત જેવું કાર્ય કરી રહ્યા હોઠ પર હળવું સ્મિત ને લાલિમા સાથે જરાય અભિમાન વગર દરેક ને હાથ મિલાવી ફોટો પડાવી ઓટોગ્રાફ આપી રહી હતી. સ્ટેજ પર જેટલો સમય નહોતો લાગ્યો એટલો તેને આ પબ્લિક માટે સમય ફાળવી અને દિલથી તેમને ધન્યવાદ કરી આગળ વધી જ રહી હતી કે અચાનક એક વ્યક્તિએ મેઘના સામે હથેળી કરી ને બોલ્યો :”મેમ ઓટોગ્રાફ પ્લીઝ.. ” કરચલી વાળા હાથ જોઈ મેઘના એ તરત જ ઉપર જોયું.. અરે…! આ તો બીજુ કોઈ નહીં પરંતુ એ જ મહાન વ્યક્તિ જેણે મેઘનાને આ મુકામ સુધી લાવવામાં સૌથી વધુ સાથ આપ્યો ને સદાય આગળ વધવાની તાલીમ ને પ્રોત્સાહન પૂરું પાડતો રહ્યો.કોણ છે આ વ્યક્તિ?? મેઘનાની આજુબાજુ ઘેરાયેલી નજરો એકીટશે જાણવા આતુર રહી કેમ કે જે આ વ્યક્તિ છે તેને મેઘા ભેટીને રડી પડી હતી… પાંચ એક મિનિટ બાદ મેઘના :”ક્યાં હતા તમે કેટલાય સમયે બાદ તમે મારો કોઈ પ્રોગ્રામ એટેન કર્યો ગુરુજી”બે હાથ જોડી મેઘના વંદન કરી રહી… જીજ્ઞાશા પટેલ
Trending
- હોળી પાર્ટીમાં તમારા લુકને ગ્લેમરસ બનાવો, આ સફેદ ઓર્ગેન્ઝા ગાઉનને સ્ટાઇલ કરો
- વર્ષનું પહેલું સૂર્યગ્રહણ ચૈત્ર અમાવસ્યાના રોજ થશે, જાણો તર્પણ, સૂતક કાળ વગેરે ..
- આ સેડાનમાં ડીઝલ એન્જિનનો વિકલ્પ પણ ઉપલબ્ધ , કંપનીએ જણાવ્યું કે તે ક્યારે લોન્ચ થશે?
- સાપ પકડાઈ જતાં પોતાના શરીરમાંથી આ વસ્તુ કાઢી નાખે છે, જવાબ જાણીને તમને નવાઈ લાગશે
- ૧૮ મહિના પછી કેતુ સિંહ રાશિમાં ગોચર કરશે, આ ૩ રાશિઓ માટે આવશે સારો સમય
- 20 હજારથી ઓછી કિંમતના પાંચ શક્તિશાળી 5G ફોન, OnePlus અને Samsung પણ યાદીમાં
- પાણીમાં સોજી અને ચણાની દાળમાંથી સ્વાદિષ્ટ ટિક્કી બનાવો ,એકદમ ટેસ્ટી અને ચટાકેદાર બનશે
- પરીક્ષામાં હાજરી ન આપી શકે તે માટે ધોરણ ૧૦ ના વિદ્યાર્થીનું અપહરણ, બદમાશોએ તેને રૂમમાં બંધ કરીને માર માર્યો