નરસહ મહેતા યુનિવર્સિટી દ્વારા વિવિધ સેમેસ્ટરોના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવતી હોય છે. પરંતુ સમયસર પરિણામ જાહેર ન થતા વિદ્યાર્થીઓ પણ પરેશાની અનુભવતા હોય છે. એમએસડબલ્યુના વિદ્યાર્થીઓ માટે મે મહીનામાં પરીક્ષાનું આયોજન યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યું હતું. આ પરીક્ષામાં પ૦૦ પણ ઓછા વિદ્યાર્થીઓને વિવિધ કોલેજમાંથી પોતાની પરીક્ષા આપી હતી. પરંતુ પરીક્ષા લેવાય તેના બે માસ જેવો સમય વીતી ગયો હોવા છતાં હજુ પરિણામ જાહેર કરવામાં આવ્યું નથી. આ બાબતે વિદ્યાર્થીઓએ એનએસયુઆઇમાં રજૂઆત કરી હતી. હાલ પરિણામને લઇને ઘણા વિદ્યાર્થીઓ હેરાન પરેશાન જોવા મળી રહ્યાં છે. હાલમાં સીડીપીઓની સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવી હતી જેમાં એમએસડબ્યુના વિદ્યાર્થી સેમે.-૪ પુર્ણ કર્યા હોય તેમની ટકાવારી માર્કસના આધારે તેની પસંદગી કરવાની હતી. પરંતુ આ વિદ્યાર્થીની કમનશીબી છેકે એમએસડબ્યુની પરીક્ષાને બે મહિને વીતી ગયા હોવા છતાં હજુ પરિણામ જાહેર કરવામાં આવ્યું નથી. જેને લઇને આ વિદ્યાર્થીઓ ભરતીથી વંચીત રહી ગયા છે. તે ઉપરાંત પોરબંદરમાં પણ કોલેજોમાં ભરતી સહીતની સામાજીક સંસ્થાઓમાં ભરતી સહીતની એમએસડબલ્યુ ફરજિયાત ડીગ્રી હોવાથી પરણિમના અભાવે યુવાન-યુવતીઓ તેમાં પણ ભરતી પામી શક્યા નથી. આ મુદ્દે પોરબંદર એનએસયુઆઇએ નરસહ મહેતના યુનિવર્સિટીના કુલપતિને રજૂઆત કરી છે અને વહેલી તકે પરિણામ જાહેર કરવા વિનંતી કરી છે.
Trending
- આ દિવસે રાખવામાં આવશે માઘ મહિનામાં પ્રદોષ વ્રત, જાણો કેવી રીતે મેળવવા મહાદેવના આશીર્વાદ
- આરજી કર કેસમાં કોર્ટે ચુકાદો આપ્યો, આરોપી સંજય રોય દોષિત જાહેર
- પત્નીને ગોળી મારી પતિએ એસિડ પીધું, એક જ પરિવારના બે લોકોએ જીવ ગુમાવ્યા
- કેન્સરનું જોખમ કોને વધુ , અભ્યાસમાં બહાર આવી સંપૂર્ણ માહિતી
- હવે સરકારી શાળાઓના વિદ્યાર્થીઓ IMA વિશે વાંચશે,અભ્યાસક્રમ માળખામાં સમાવેશ કરાયો
- Mahakumbh 2025: બીજું અમૃત સ્નાન યોજાશે મૌની અમાવસ્યાના દિવસે, જાણો સ્નાનનો શુભ મુહૂર્ત અને મહત્વ
- આજથી સાત દિવસ સુધી હિમાચલના ઘણા ભાગોમાં વરસાદની શક્યતા, તાપમાનમાં ઘટાડો
- ટાંડી ગામમાં આગથી પ્રભાવિત પરિવારોને રાહત પેકેજ મળશે, જાહેરનામું બહાર પાડવામાં આવ્યું