લોકવિદ્યાલય, વાળુકડ ખાતે યોજાયેલા પ્રવેશોત્સવ સમારંભમાં મુખ્ય અતિથિ ઉપસ્થિત રહેલાં ભાવનગર જિલ્લા સમાહર્તા શ્રી યોગેશ નિરગુડેએ વિદ્યાર્થીઓને શીખ આપતાં કહ્યું કે, ઉચ્ચ કારકિર્દી માટે માર્ગદર્શક તો ગમે ત્યાંથી મળી જશે પરંતુ તે હાંસલ કરવાં માટે મક્કમ તો જાતે જ બનવું પડશે. પાલિતાણા પાસેના વાળુકડ ગામે વિનય વિહાર કેળવણી મંડળ સંચાલિત લોકવિદ્યાલય સંસ્થામાં પ્રવેશોત્સવ સાથે પરિસરમાં શૈક્ષણિક એકમોની મુલાકાત ભાવનગર જિલ્લા સમાહર્તા શ્રી યોગેશ નિરગુડેએ લીધી હતી અને અહીંની શિક્ષણ સાથેની સામાજિક પ્રવૃત્તિના યોગદાનને બિરદાવ્યું હતું. લોકવિદ્યાલય ખાતે પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક અને મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓને શુભકામના આપવા સાથે કહ્યું કે, મહેનતનો કોઈ ટૂંકો રસ્તો કે પર્યાય નથી, માટે એક લક્ષ્ય સાથે મંડી પડવાં પર તેમણે ભાર મૂક્યો હતો. તેઓએ લોકશાહીને સ્વસ્થ રાખવાં માટે મતાધિકાર માટે બંધારણે આપેલાં અધિકારના ઉપયોગ માટે ૧૮ વર્ષની વયમર્યાદા પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ તથા તેમના સ્નેહીજનો મતદાર યાદીમાં નામ નોંધાવે તે માટેનું અનુરોધ પણ કર્યો હતો. સંસ્થાના વડા શ્રી નાનુભાઈ શિરોયાએ પ્રારંભિક આવકાર પ્રવચન કરતાં શિક્ષણ પ્રવૃત્તિ જીવનને કેન્દ્રમાં રાખીને રહી હોવાનું જણાવ્યું. રમતગમત, વિજ્ઞાન સહિતના વિષયોના શિક્ષણ સાથે જીવનની સમસ્યા ઉકેલી શકાય તેવા શિક્ષણ પર સંસ્થાનું ધ્યાન કેન્દ્રિત રહ્યાનું ઉમેર્યું હતું. આ અવસરે સંસ્થાના તેજસ્વી વિદ્યાર્થીઓનું તેમજ ડિસ્ટ્રીક્ટ લેવલ સ્પોર્ટસ સ્કૂલમાં ટેનિસ અને હોકીની ટીમે મેળવેલાં ગોલ્ડ મેડલ બદલ મહાનુભાવોના હસ્તે સન્માન અને અભિવાદન કરવામાં આવ્યું હતું. સંસ્થાની એન.એસ.એસ. અને એન.સી.સી. ની પ્રવૃત્તિઓની પુસ્તિકાનું વિમોચન પણ આ પ્રસંગે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રી કનુભાઈ કરકરે વિદ્યાર્થીઓને જીવન ઘડતર અંગે વાતો કરી હતી તો વિનય વિહાર કેળવણી મંડળના પ્રમુખશ્રી હર્ષદભાઈ શાહે આ પ્રસંગે પોતાનો હરખ વ્યક્ત કર્યો હતો. સંગીતવૃંદ દ્વારા સુંદર ગીત ગાન અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યાં હતાં. સંચાલનમાં શ્રી ધર્મિષ્ઠાબેન રાણપુરાએ કર્યું હતું. આભારવિધિશ્રી દિનેશભાઈ વાજાએ કરી હતી. આ અવસરે વાળુકડ શાળાના ટ્રસ્ટીઓ, ગામના આગેવાનો અને શાળાના વિદ્યાર્થીઓ, વાલીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
Trending
- સલમાન ખાન અને એટલીની ફિલ્મ ‘A6’નું આ નવું અપડેટ સામે આવ્યું, જે ફિલ્મને બ્લોકબસ્ટર બનાવશે!
- પર્થમાં બૂમ-બૂમ બુમરાહએ મચાવી ધમાલ, આ પાકિસ્તાનના મહાન બોલરને છોડયો પાછળ
- ભારત વિરોધી જસ્ટિન ટ્રુડો સાથે આ રીતે મળી મેલોની, વિડિઓ થયો વાયરલ
- ભયંકર તોફાન તબાહી મચાવવા માટે છે તૈયાર, 11 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
- નિવૃત્તિ પર જોઈએ છે 1 કરોડ રૂપિયા ? તો અત્યારથી જ શરૂ કરો આ કામ
- માર્ગશીર્ષ અમાવસ્યા પર ભગવાન શિવને આ વસ્તુઓથી કરો અભિષેક, ધન અને કીર્તિમાં વધારો થશે.
- શરીરમાં એનિમિયા દૂર કરવા કિસમિસનું સેવન કેવી રીતે કરવું, જાણો સેવન કરવાની સાચી રીત
- આજનું પંચાંગ 23 નવેમ્બર 2024 : જાણો આજની તિથિ, નક્ષત્ર, યોગ સહિત પંચાંગનો શુભ સમય