અમદાવાદના નિરમા ખાતેના કાર્યક્રમમાં રાજયકક્ષાના શિક્ષણમંત્રી કુબેરભાઈ ડીંડોરે જણાવ્યું હતું કે, વિદ્યા થકી સમાજનો ઉત્કર્ષ એ વિધાનને નિરમા યુનિવર્સિટીએ ખરેખર ચરિતાર્થ કરી બતાવ્યું છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, નિરમા યુનિવર્સીટીમાં વિવિધ વિદ્યાર્થીઓના સર્જનાત્મક વિચારોને પ્રોત્સાહિત કરીને તેને સફળ પ્રોજેક્ટમાં મુકવા માટે તથા તમામ પ્રકારની સહાય પૂરી પાડવા ઇન્ક્યુબેશન સેન્ટરની સ્થાપના પણ કરવામાં આવી છે. આ સેન્ટરને સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલીસી હેઠળ ગુજરાત સરકારની નોડલ એજન્સી તરીકે માન્યતા પણ મળી છે.
નિરમા યુનિવર્સિટીમાં આશરે ૫૦૦થી વધુ પૂર્વ વિદ્યાર્થીઓ જોબસિકરને બદલે જોબ ક્રીએટર બન્યા છે. તેઓએ IOT, નેટવર્કિંગ વેબસાઈટ અને મોબાઈલ એપ્લીકેશનડેવલોપમેન્ટ, સોફ્ટવેર ક્વોલિટી એસ્યુરન્સ, હાઈ પરફોર્મન્સ કોમ્યુટિંગ ઓટોમોબાઈલ મેનેજમેન્ટ, બિલ્ડીંગ કન્સ્ટ્રકશન સર્વિસ, હેલ્થકેર, ઇન્સ્ટુમેન્ટ કંટ્રોલ સિસ્ટમ,ઇલેક્ટ્રોનીક્સ સિસ્ટમ, સોલાર એનર્જી, ઇલેક્ટ્રિક વ્હિકલ મેનેજમેન્ટ સિસ્ટમ જેવા વિવિધ ક્ષેત્રો વિકસાવ્યા છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.સ્ટાર્ટઅપ ક્ષેત્રની વાત કરતા કુબેરભાઈ ડીંડોરે કહ્યું કે, વર્ષ ૨૦૧૯ અને ૨૦૨૦ એમ સતત બે વર્ષ સમગ્ર રાષ્ટ્રમાં સ્ટાર્ટઅપ પર્ફોર્મન્સ રેન્કિંગમાં ગુજરાત નંબર-૧ પર રહ્યું છે.ભારત સરકાર તરફથી ગુજરાતને શ્રેષ્ઠ પ્રદર્શન માટે બેસ્ટ પર્ફોમન્સ સ્ટેટનો એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે.
આઇ-હબની વાત કરતા તેમણે કહ્યું કે, ૩૨૫ જેટલા સ્ટાર્ટઅપ ઇનોવેશન આઇ હબ ( i-Hub ) ખાતે કાર્યરત છે. આવનાર દિવસોમાં ૧.૫ લાખ સ્ક્વેર ફીટની જગ્યામાં એક સાથે ૫૦૦થી પણ વધુ સ્ટાર્ટઅપ કામ કરી શકે તેવું અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ બિલ્ડીંગ તૈયાર થઇ રહ્યું છે જેનું ખુબ જ ટુંકા ગાળામાં ઉદ્ગાટન કરવામાં આવશે.આપણો દેશ ટેકનોલોજી ક્ષેત્રમાં આગળ વધી રહ્યો છે. દેશ દુનિયાના લોકો આ ક્ષેત્રોમાં વધુમાં વધુ રોકાણ કરી રહ્યા છે ત્યારે ભારત અને ગુજરાતના યુવાનો માટે નવી તકોરહેલી છે. આજનો યુવાન સમાજને મદદરૂપ થવા માટે સ્ટાર્ટટઅપ ક્ષેત્રમાં નવા નવા ઇનોવેશન પણ કરી રહ્યો છે જે ભારત અને ગુજરાત માટે ગૌરવની વાત છે એમ તેમણેવધુમાં ઉમેર્યું હતું.