અત્યંત વ્યસ્તતા વચ્ચે શિક્ષણ મંત્રીશ્રીએ ભાવનગરના નારી ગામના બાળકો વચ્ચે બાળક જેવાં બનીને પિતૃસભર વાત્સલ્યથી બાળકો સાથે સંવાદ કર્યો એક અદના જન સેવક તરીકે શહેરીજનો સાથે બગીચામાં ગોઠડી માંડી તેમના પ્રશ્નો જાણ્યાં શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ આજે ચિત્રા ફુલસર વિસ્તારમાં વિવિધ ખાતમુહુર્ત કરવા જતાં પહેલાં અને સતત લોકસંપર્કની વ્યસ્તતા વચ્ચે સમય કાઢીને આજે સાંજના સુમારે ભાવનગરના નારી ગામના બગીચામાં કિલ્લોલ કરતા બાળકો સાથે પિતૃસભર વાત્સલ્યભવથી બાળ સહજ સંવાદ કર્યો હતો.શિક્ષણ મંત્રીશ્રીએ બાળકોને હીંચકા નાંખીને, લપસણી દ્વારા લપસવાના આનંદમાં સહભાગી થતાં પોતે પણ બાળક જેવાં બની તેમની સાથે હીંચકે ઝૂલ્યા હતાં.આ સાથે મંત્રીશ્રીએ સ્થાનિક નાગરિકો સાથે બગીચામાં ગોઠડી માંડી સામાન્ય જનસેવકના દર્શન કરાવતાં તેમના પ્રશ્નો જાણી તેમાં શું થઈ શકે તે અંગેનો સહજ સંવાદ સાધ્યો હતો. આ તકે તેમની સાથે મેયર શ્રીમતી કીર્તિબાળા દાણીધારીયા, ચિત્રા ફુલસર વિસ્તારના કોર્પોરેટરશ્રીઓ, વિસ્તારના સ્થાનિક આગેવાનો તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યાં હતાં . . . . . . . . . . . . . . .
Trending
- નેપાળના વડાપ્રધાન ઓલી ચીનની યાત્રા માટે નીકળ્યા
- એક અઠવાડિયામાં બેરૂત પર ઈઝરાયેલનો ચોથો હુમલો, ડઝનેક ઈમારતો નાશ પામી
- રશિયાએ યુક્રેનમાં પહેલીવાર MIRVનો ઉપયોગ કરીને તબાહી મચાવી દીધી
- Amazon પર 34 હજાર રૂપિયા સસ્તો મળી રહ્યો છે iPhone, ઑફર તરત જ ચેક કરો
- કોણ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી? જીત બાદ દેવેન્દ્ર ફડણવીસે મૌન તોડ્યું
- બ્રાન્ડ લીડ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેની કરારી હાર
- પાકિસ્તાનનો ખૈબર પખ્તુનખ્વા પ્રાંત થયો અશાંત, જૂથવાદી હિંસામાં 18 લોકોના મોત
- અદાણી પછી, યુએસ ન્યાય વિભાગની ભારત પર બીજી મોટી કાર્યવાહી, બાયડેને બગાડ્યા સંબંધો