હિન્દુ ધર્મમાં ધનતેરસનું ( dhanteras 2024 date ) વિશેષ મહત્વ છે. આ દિવસે દેવી લક્ષ્મી, ભગવાન ગણેશ જી, ભગવાન ધન્વંતરી અને કુબેર જી ની પૂજા કરવામાં આવે છે. જ્યોતિષ પંચાગ પ્રમાણે આ તહેવાર દર વર્ષે આસો વદ તેરસની તિથિ પર ઉજવવામાં આવે છે. જે આ વર્ષે 29 ઓક્ટોબરે ઉજવવામાં આવશે.
તમને જણાવી દઈએ કે આ દિવસે લોકો પોતાની ક્ષમતા અનુસાર સોનું, ચાંદી, વાસણ વગેરેની ખરીદી કરે છે. કારણ કે આ દિવસે સોનું અને કોઈપણ વાસણ ખરીદવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. ( dhanteras 2024 date and time ) તેમજ આ દિવસે ધન્વંતરિનો જન્મ થયો હતો. આ જ કારણ છે કે આ દિવસે ધન્વન્તરિ જયંતિ પણ ઉજવવામાં આવે છે. આવો જાણીએ ધનતેરસની તિથિ અને પૂજાનો સમય.
2024 ધનતેરસ ક્યારે છે – આ વર્ષે 29 ઓક્ટોબરના રોજ ધનતેરસની ઉજવણી કરવામાં આવશે
ધનતેરસ પૂજા મુહૂર્ત 2024 – ધનતેરસ ત્રયોદશી તિથિ એટલે કે આસો વદ તેરસ 29 ઓક્ટોબર, 2024 થી રાત્રે 10:32 વાગ્યે શરૂ થશે, જે 30 ઓક્ટોબર 2024 ના રોજ 01:16 વાગ્યે સમાપ્ત થશે. ( dhanteras 2024 puja muhurat )
ધનતેરસનું મહત્વ
શાસ્ત્રો અનુસાર ધનતેરસ ( dhanteras 2024 significance ) ના દિવસે સમુદ્ર મંથન દરમિયાન અમૃત કળશ સાથે ભગવાન ધન્વંતરિ પ્રગટ થયા હતા. આ કારણે આ તિથિને ધનતેરસ કે ધનત્રયોદશી તિથિ તરીકે ઓળખવામાં આવે છે. તેમજ આ દિવસે દેવી લક્ષ્મી, કુબેર, ધનના દેવ અને મૃત્યુના દેવ યમરાજની પૂજા કરવામાં આવે છે. ધનતેરસના દિવસે સોનું, ચાંદી, વાસણ, સાવરણી વગેરે ખરીદવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.
આ પણ વાંચો – શું છે વાઘ બારસનું અસલી નામ ? કેમ કરવામાં આવે છે દૈવી સરસ્વતીની પૂજા ?