રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ નિયમોનું ઉલ્લંઘન કરતી ત્રણ બેંકો પર 10 કરોડ રૂપિયાથી વધુનો દંડ ફટકાર્યો કરવામાં આવ્યો છે.. આ ઉપરાંત RBIએ 5 સહકારી બેંકો સામે પણ કાર્યવાહી પણ કરી છે. કેન્દ્રીય બેંકે સિટી બેંક પર સૌથી વધુ 5 કરોડ રૂપિયા, બેંક ઓફ બરોડા પર 4.34 કરોડ રૂપિયા અને ઇન્ડિયન ઓવરસીઝ બેંક પર 1 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે..
ખાનગી ક્ષેત્રની સિટી બેંક પર સૌથી વધુ દંડ ફટકારવામાં આવ્યો છે. આ બેંક પર બેંકિંગ રેગ્યુલેશન એક્ટનું ઉલ્લંઘન કરવાનો આક્ષેપ છે. ઉપરાંત, તે રિસ્ક મેનેજમેન્ટ અને નાણાકીય સેવાઓના આઉટસોર્સિંગ માટે આરબીઆઈની માર્ગદર્શિકાનું પાલન કરતી નથી. બેંક ઓફ બરોડા પર સેન્ટ્રલ રિપોઝિટરી ઓફ લાર્જ કોમન એક્સપોઝર સ્થાપવા સંબંધિત નિયમોનું ઉલ્લંઘન કરવાનો આક્ષેપ છે. બીજી તરફ, ચેન્નાઈ સ્થિત જાહેર ક્ષેત્રની ઈન્ડિયન ઓવરસીઝ બેંક લોન અને એડવાન્સના નિયમોનું પાલન ન કરવા બદલ દોષીત ઠેરવવામાં આવી છે…