1 ફેબ્રુઆરીએ રજૂ થનારા વચગાળાના બજેટની કામગીરી અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. બજેટ તૈયારી પ્રક્રિયાના અંતિમ તબક્કાને પૂર્ણ કરતા પહેલા, નોર્થ બ્લોકમાં સ્થિત નાણા મંત્રાલયના પરિસરમાં હલવા વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવે છે અને બુધવારે નાણામંત્રી નિર્મલા સીતારમણના નેતૃત્વમાં આ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
વચગાળાનું બજેટ પણ પેપરલેસ હશે
નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર છેલ્લા ત્રણ પૂર્ણ બજેટની જેમ 1 ફેબ્રુઆરીએ રજૂ થનારું વચગાળાનું બજેટ પણ સંપૂર્ણપણે પેપરલેસ હશે. મતલબ કે બજેટ ઈલેક્ટ્રોનિક દસ્તાવેજના રૂપમાં ઉપલબ્ધ હશે. યુનિયન બજેટ મોબાઇલ એપ પર વચગાળાના બજેટની સંપૂર્ણ નકલ અંગ્રેજી અને હિન્દી બંને ભાષામાં એક્સેસ કરી શકાય છે.
આ રીતે એપ ડાઉનલોડ કરો
આ એપ હવે પ્લે સ્ટોરની સાથે કેન્દ્રીય બજેટ વેબ પોર્ટલ પરથી ડાઉનલોડ કરી શકાય છે. નાણામંત્રી નિર્મલા સીતારમણના બજેટ ભાષણ પછી વચગાળાના બજેટની નકલ મોબાઈલ એપ પર ઉપલબ્ધ થશે. નાણા મંત્રાલયના તમામ વરિષ્ઠ અધિકારીઓ પણ હલવા વિતરણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.