- Stock Market સેન્સેક્સમાં 1383 પોઈન્ટનો અને નિફ્ટીમાં 418 પોઇન્ટનો ઉછાળો આવ્યો
પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ત્રણ રાજ્યમાં મળેલી શાનદાર જીતની અસર આજે શેરબજાર ઉપર પણ જોવા મળી હતી. સેન્સેક્સમાં 1383 પોઈન્ટનો અને નિફ્ટીમાં 418 પોઇન્ટનો ઉછાળો આવ્યો હતો. રોકાણકારોની સંપત્તિમાં એક જ દિવસમાં મોટો વધારો થયો હતો.
આજે સેન્સેક્સ 1383.93 પોઇન્ટના વધારા સાથે 68865.12 પોઇન્ટની સર્વોચ્ચ સપાટી અને નિફ્ટી 418.9 પોઇન્ટના વધારા સાતે 20686.80 પોઇન્ટ પર બંધ રહ્યા હતા.
આજના સત્રમાં બેંકિંગ તેમજ સરકારી કંપનીઓના શેરમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. એક જ સત્રમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 6 લાખ કરોડનો વધારો જોવા મળ્યો છે.
રોકાણકારોની સંપત્તિ વધીને 346.46 લાખ કરોડ પર પહોંચી છે. જે ગત સત્રમાં 337.53 લાખ કરોડ હતી. આઇશર મોટર્સ, અદાણી એન્ટરપ્રાઇઝિસ, અદાણી પોર્ટ્સ, બીપીસીએલ અને આઇસીઆઇસીઆઇ બેન્ક નિફ્ટીમાં Eicher Motors, Adani Enterprises, Adani Ports, BPCL and ICICI Bank Nifty સૌથી વધુ વધ્યા હતા,
જ્યારે એચડીએફસી લાઇફ, બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ, વિપ્રો, સન ફાર્મા અને ટાઇટન HDFC Life, Britannia Industries, Wipro, Sun Pharma and Titan કંપની ટોપ લુઝર્સમાં સામેલ હતા. નિફ્ટી ફાર્મા અને મીડિયા સિવાય, અન્ય તમામ ક્ષેત્રીય સૂચકાંકો લીલા નિશાનમાં બંધ થયા હતા. BSE મિડકેપ અને સ્મોલકેપ દરેક 1 ટકા વધ્યા હતા.
Read More : ઉત્તરાયણના તહેવાર પહેલા સુરત અને રાજકોટમાં પોલીસ કમિશ્નરે જાહેરનામું બહાર પાડ્યુ
પીએમ મોદી એ ‘નેવી ડે 2023’ કાર્યક્રમમાં આપી હાજરી