RBI Governer : અમેરિકાના ‘ગ્લોબલ ફાઇનાન્સ‘એ ભારતીય રિઝર્વ બેંક (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસને સતત બીજા વર્ષે વૈશ્વિક સ્તરે ટોચના કેન્દ્રીય બેંકર તરીકે પુરસ્કાર આપ્યો છે. આરબીઆઈએ તેની સોશિયલ મીડિયા X પોસ્ટ પર આ માહિતી આપી.
ગ્લોબલ ફાઇનાન્સ સેન્ટ્રલ બેન્કર રિપોર્ટ કાર્ડ્સ 2024 માં “A+” રેટ કરવામાં આવ્યું છે.
આરબીઆઈએ એક એક્સ-પોસ્ટમાં જણાવ્યું હતું કે તે જાહેર કરતા આનંદ થાય છે કે શક્તિકાંત દાસને સતત બીજા વર્ષે ‘ગ્લોબલ ફાઇનાન્સ સેન્ટ્રલ બેંકર રિપોર્ટ કાર્ડ 2024’ માં ‘A+’ રેટિંગ મળ્યું છે. વૈશ્વિક સ્તરે ટોચના ત્રણ કેન્દ્રીય બેંકરોની યાદીમાં શક્તિકાંત દાસનું નામ ટોચ પર છે.
રેટિંગ કયા આધારે આપવામાં આવે છે?
ગ્લોબલ ફાઇનાન્સ મેગેઝિને અહેવાલ આપ્યો છે કે ફુગાવા નિયંત્રણ, આર્થિક વૃદ્ધિના લક્ષ્યો, ચલણની સ્થિરતા અને વ્યાજ દર વ્યવસ્થાપનના આધારે બેંકર્સને ‘A’ થી ‘F’ સ્કેલ પર રેટિંગ આપવામાં આવે છે. જ્યાં એક તરફ ‘A’ ઉત્તમ પ્રદર્શન સૂચવે છે, તો બીજી તરફ ‘F’ સંપૂર્ણ નિષ્ફળતા દર્શાવે છે.
આ વખતે ગ્લોબલ ફાઇનાન્સ મેગેઝિને ડેનમાર્કના ક્રિશ્ચિયન કેટેલ થોમસેન, ભારતના શક્તિકાંત દાસ અને સ્વિટ્ઝર્લેન્ડના થોમસ જોર્ડનને ‘એ પ્લસ’ રેટિંગ આપ્યું છે.
ગ્લોબલ ફાઇનાન્સ મેગેઝિન વિશે
ગ્લોબલ ફાઇનાન્સ નામનું મેગેઝિન વર્ષ 1994માં શરૂ થયું હતું. આ મેગેઝિનમાં વિશ્વના 101 દેશો અને પ્રદેશોના સેન્ટ્રલ બેંકના વડાઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. યુરોપિયન યુનિયન અને કેટલીક અન્ય પ્રાદેશિક કેન્દ્રીય બેંકો પણ આ યાદીમાં સામેલ છે.
આ મેગેઝીનમાં એ જોવામાં આવે છે કે કેન્દ્રીય બેંકના કયા વડાઓએ સારી પદ્ધતિ, નવા વિચારો અને મજબૂત ઈચ્છાશક્તિ સાથે કામ કર્યું છે. મેગેઝિન દ્વારા તેમના કામના આધારે રેટિંગ આપવામાં આવે છે.
આ પણ વાંચો – India Post GDS Recruitment 2024 : જાહેર થઇ ગયું પોસ્ટ ઓફિસ ભરતીનું પ્રથમ મેરિટ લિસ્ટ, તપાસી લો તમારું નામ તો નથીને