PM Surya Ghar Yojana: કેન્દ્ર સરકારે દરેક ઘરમાં મફત વીજળી અને સૌર ઊર્જાને પ્રોત્સાહન આપવા માટે પીએમ સૂર્ય ઘર યોજના શરૂ કરી છે. આ યોજનામાં, અરજદારને સોલર પેનલ લગાવવા માટે સરકાર તરફથી સબસિડી મળે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 22 જાન્યુઆરી 2024ના રોજ રૂફટોપ સોલર સ્કીમ લોન્ચ કરી હતી. બાદમાં આ યોજનાનું નામ બદલીને પીએમ સૂર્ય ઘર-મુફ્ત બિજલી યોજના રાખવામાં આવ્યું.
આ યોજના હેઠળ દેશના 1 કરોડ ઘરોમાં સોલાર પેનલ લગાવવામાં આવશે. તાજેતરમાં કેબિનેટે આ યોજના માટે 75,000 કરોડ રૂપિયાની મંજૂરી આપી છે.
જે પણ લાભાર્થી આ યોજનાનો લાભ લઈને સોલાર પેનલ લગાવશે તેને દર મહિને 300 યુનિટ મફત વીજળી મળશે. આ યોજના હેઠળ દેશની ઘણી બેંકો સોલર પેનલ લગાવવા માટે લોન પણ આપી રહી છે.
આ બેંકો લોન આપી રહી છે
- દેશની ઘણી બેંકો આ યોજના હેઠળ લોન આપી રહી છે.
- સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) પણ લોન ઓફર કરે છે. જો 3 kw ઇન્સ્ટોલ કરવામાં આવે તો SBI મહત્તમ 2 લાખ રૂપિયા સુધીની લોન આપે છે. જો કે લોન માટે કેટલીક શરતો પૂરી કરવી જરૂરી છે.
- સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા 3 kw સોલાર સિસ્ટમ ઈન્સ્ટોલ કરવા માટે મહત્તમ 6 લાખ રૂપિયાની લોન આપશે.
- પંજાબ નેશનલ બેંક (PNB) 10kw સિસ્ટમ પર 6 લાખ રૂપિયાની લોન આપી રહી છે.
- કેનેરા બેંક 3kw સોલર સિસ્ટમ પર 2 લાખ રૂપિયા સુધીની લોન આપી રહી છે.
તમને કેટલી સબસિડી મળશે?
કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ સબસિડી પણ આપી રહી છે. જેમાં અલગ-અલગ રૂફટોપ સોલર સિસ્ટમ પર સબસિડી આપવામાં આવી રહી છે.
હવે 1 kw સોલર સિસ્ટમ પર 30,000 રૂપિયાની સબસિડી આપવામાં આવી રહી છે, જ્યારે 2 kw સિસ્ટમ પર 6,000 રૂપિયા અને 3 kw પર 78,000 રૂપિયા સબસિડી આપવામાં આવી રહી છે.