વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાણા અને કોર્પોરેટ કાર્ય મંત્રાલયના આઇકોનિક વીક સમારંભનું ઉદ્દઘાટન કર્યુ હતુ. આ પ્રસંગે તેમણે 1,2,5,10 અને 20 રૂપિયાના સિક્કાની નવી શ્રેણી જાહેર કરી હતી. આ સિક્કા આઝાદીના અમૃત મહોત્સવને સમર્પિત કરવામાં આવ્યા છે. વડાપ્રધાને આ પ્રસંગે કહ્યુ કે આ સિક્કા સતત લોકોને અમૃત કાળના લક્ષ્યોની યાદ અપાવશે અને તેમણે રાષ્ટ્રના વિકાસમાં યોગદાન કરવા માટે પ્રેરિત કરશે.વડાપ્રધાને આ કાર્યક્રમમાં હાજર નાણા અને કોર્પોરેટ કાર્ય મંત્રાલયના અધિકારીઓ, કર્મચારીઓને કહ્યુ, તમે તમામ આ વિરાસતનો ભાગ છો. દેશના સામાન્ય લોકોના જીવનને આસાન બનાવવુ હોય કે દેશની અર્થવ્યવસ્થાને સશક્ત કરવી હોય, છેલ્લા 75 વર્ષમાં અનેક સાથીઓએ તેમાં મહત્વનુ યોગદાન આપ્યુ છે. ગત વર્ષોમાં નાણા મંત્રાલય અને કોર્પોરેટ મંત્રાલયે પોતાના કામ દ્વારા, સાચા સમય પર સાચા નિર્ણય દ્વારા એક વિરાસત બનાવી છે, એક સારી સફર નક્કી કરી છે.ભારતે પણ આઠ વર્ષમાં અલગ અલગ આયામો પર કામ કર્યુ- PM મોદીપીએમ મોદીએ કાર્યક્રમ દરમિયાન પોતાના સંબોધનમાં કહ્યુ, આજે અહી રૂપિયાની ગૌરવશાળી યાત્રાને પણ બતાવવામાં આવી. આ સફરથી પરિચિત કરનારી ડિઝિટલ પ્રદર્શની પણ શરૂ થઇ અને આઝાદીના અમૃત મહોત્સવ માટે સમર્પિત નવા સિક્કા પણ જાહેર કરવામાં આવ્યા. આઝાદીના લાંબા સંઘર્ષમાં જેને પણ ભાગ લીધો, તેને આ આંદોલનમાં નવા આયામ જોડ્યા. આઝાદીનું આ અમૃત મહોત્સવ માત્ર 75 વર્ષનો ઉત્સવ નથી પણ આઝાદીના નાયક, નાયિકાઓએ આઝાદ ભારત માટે જે સ્વપ્ન જોયુ હતુ, તેમના સપનાને પરિપૂર્ણ કરવુ, તે સપનામાં નવુ સામર્થ્ય ભરવુ અને નવા સંકલ્પને લઇને આગળ વધવાની ક્ષણ છે.
Trending
- માર્ગશીર્ષ અમાવસ્યા પર ભગવાન શિવને આ વસ્તુઓથી કરો અભિષેક, ધન અને કીર્તિમાં વધારો થશે.
- શરીરમાં એનિમિયા દૂર કરવા કિસમિસનું સેવન કેવી રીતે કરવું, જાણો સેવન કરવાની સાચી રીત
- આજનું પંચાંગ 23 નવેમ્બર 2024 : જાણો આજની તિથિ, નક્ષત્ર, યોગ સહિત પંચાંગનો શુભ સમય
- સિંહ, કન્યા અને કુંભ રાશિવાળા લોકોને પ્રમોશન મળશે, જાણો અન્ય રાશિઓની સ્થિતિ.
- જો તમે કાનના દુખાવાના કારણે ભારે બુટ્ટી પહેરી શકતા નથી તો આ ટ્રિક્સ અપનાવો
- ટૂંક સમયમાં બુધ ચાલશે ઉલટા માર્ગે, આ રાશિના લોકોનું ભાગ્ય ચમકશે
- TVS એ ભારતમાં નવું Apache RTR 160 4V લોન્ચ કર્યું, કિંમત છે 1.39 લાખ રૂપિયા
- આ છે ભારતનું સૌથી અદ્યતન ગામ! ત્યાં માત્ર મોલ જ છે લોકો શહેરમાંથી ખરીદી માટે આવે