- ગિફ્ટ સિટીમાં રૂ. 100 કરોડનું રોકાણ કરવાની યોજના
- કંપનીએ બુધવારે આ અંગેની જાણકારી મુંબઇ શેરબજારને આપી
પેટીએમએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 પહેલા એક મોટી જાહેરાત કરવામાં આવી છે. ફીનટેક કંપની વન97 કોમ્યુનિકેશન વૈશ્વિક નાણાકીય ઇકોસિસ્ટમ બનાવવા માટે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી)માં રૂ. 100 કરોડનું રોકાણ કરવાની યોજના ધરાવે છે. કંપનીએ બુધવારે આ અંગેની જાણકારી મુંબઇ શેરબજારને આપી છે.
વન97 કોમ્યુનિકેશન્સના સ્થાપક અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઇઓ) વિજય શેખર શર્માએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “ગિફ્ટ સિટી વૈશ્વિક નાણાકીય હબ બનવા માટે તૈયાર છે જે નવીનતાના વૈશ્વિક નકશા પર ભારતની હાજરી સુનિશ્ચિત કરશે.
“ગિફ્ટ સિટીમાં વ્યૂહાત્મક રોકાણ વૈશ્વિક તકોને રજૂ કરતાં આર્ટિફિશયલ ઇન્ટેલિજન્સ સંચાલિત ક્રોસ બોર્ડર રેમિટેન્સ તથા પેમેન્ટ ટેકનોલોજી લેન્ડસ્કેપના નિર્માણની દિશામાં એકક મહત્વપૂર્ણ પગલાનું પ્રતિનિધિત્વ કરે છે.
આ નિવેદનમાં જણાવ્યા અનુસાર બોર્ડર ગતિવિધ માટે આદર્શ ઇનોવેશન હબના રૂપમાં ગિફ્ટ સિટી સાથે પેટીએમ ભારતમાં રોકાણ કરવા ઇચ્છતા દુનિયાભરના યુઝર્સ માટે નવી ટેકનિકની શોધ અને નિર્માણ કરવાની પોતાની સિધ્ધ ક્ષમતા નો ઉપયોગ કરશે.