Investment Tips : જો તમે ફિક્સ્ડ ડિપોઝિટ પર જબરદસ્ત વ્યાજ મેળવવા માંગો છો, તો શ્રીરામ ફાઇનાન્સ લિમિટેડ (SFL) એક મોટી તક આપી રહ્યું છે. ભારતની સૌથી મોટી રિટેલ NBFCs પૈકીની એક શ્રીરામ ફાઇનાન્સ લિમિટેડે ફિક્સ્ડ ડિપોઝિટ પરના વ્યાજ દરમાં વધારો કર્યો છે. આ NBFCએ ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજ 0.05 ટકાથી વધારીને 0.20 ટકા કર્યું છે.
NBFCની એક પ્રેસ રિલીઝ મુજબ, નવા વ્યાજ દર 9 એપ્રિલથી અમલમાં આવ્યા છે. સંભવિત વળતર હવે વાર્ષિક 9.40 ટકા સુધી પહોંચી ગયું છે.
વરિષ્ઠ નાગરિકો અને મહિલાઓને વધુ ફાયદો થાય છે
60 વર્ષ અને તેથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો માટે દર વર્ષે 0.50 ટકા વધારાનું વ્યાજ ચૂકવવામાં આવશે. મહિલા થાપણદારોને દર વર્ષે 0.10 ટકા વધારાનું વ્યાજ ચૂકવવામાં આવશે. આ ઉપરાંત, શ્રીરામ ફાઇનાન્સ લિમિટેડ FDના તમામ નવીકરણ પર વાર્ષિક 0.25 ટકા વધારાનું વ્યાજ ઓફર કરી રહી છે.
ડિપોઝિટ વિકલ્પ
લઘુત્તમ રોકાણ રૂ. 5,000 થી શરૂ થાય છે અને થાપણો રૂ. 1,000 ના ગુણાંકમાં સ્વીકારવામાં આવે છે. સંચિત અને બિન-સંચિત થાપણ વિકલ્પો ઉપલબ્ધ છે, જે માસિકથી વાર્ષિક સુધીની વ્યાજની ચૂકવણીમાં સુગમતા પ્રદાન કરે છે.