રાષ્ટ્રીય પેન્શન યોજના એક નિવૃત્તિ યોજના છે. સરકારી યોજના હોવાને કારણે હાલના સમયમાં તેમાં લોકોનો રસ વધ્યો છે. તેની મદદથી તમે સરળતાથી એક મોટું રિટાયરમેન્ટ ફંડ એકઠું કરી શકો છો. તેનો એક મોટો ફાયદો એ છે કે તે 2,00,000 લાખ રૂપિયા સુધીની ટેક્સ છૂટ આપે છે.
NPS એકાઉન્ટ ઓનલાઈન કેવી રીતે ખોલવું?
ઓનલાઈન NPS એકાઉન્ટ ખોલવા માટે, તમારે પહેલા CRA વેબસાઈટની મુલાકાત લેવી પડશે. હાલમાં ત્રણ CRAs, CAMS, KFin Technologies અને Protean eGov ટેક્નોલોજીસ છે. તેમની વેબસાઈટ પર જઈને તમે NPS એકાઉન્ટ ખોલવાની પ્રક્રિયા શરૂ કરી શકો છો.
ત્રણમાંથી કોઈપણ એક CRA ની વેબસાઈટ પર જાઓ.
હવે તમારે મોબાઈલ નંબર, PAN અને ઈમેઈલ આઈડી નાખવો પડશે.
આ પછી તમારા મોબાઈલ પર OTP આવશે. આ દાખલ કરો.
આ પછી તમને મોબાઈલ અને ઈમેલ પર PRAN નંબર મળશે. હવે તમારું NPS ખાતું ખોલવામાં આવ્યું છે. હવે તમે રોકાણ શરૂ કરી શકો છો.
NPS એકાઉન્ટ ઑફલાઇન કેવી રીતે ખોલવું?
ઑફલાઇન NPS ખાતું ખોલવા માટે, તમારે તમારા નજીકના પોઈન્ટ ઓફ પ્રેઝન્સ (PoP)ની શોધ કરવી પડશે. આ બેંકો, પોસ્ટ ઓફિસ અને સરકારી ઓફિસો હોઈ શકે છે. તમે PFRDA ની વેબસાઈટ પર જઈને POP ની યાદી મેળવી શકો છો. તમારે POP પર જઈને KYC કરાવવું પડશે. આ પછી, તમે NPS ટિયર 1 એકાઉન્ટમાં 500 રૂપિયા જમા કરીને ખાતું ખોલી શકો છો.
અમે તમને જણાવી દઈએ કે, NPS હેઠળ જમા કરવામાં આવેલા ફંડનું રોકાણ ઈક્વિટી અને ડેટમાં કરવામાં આવે છે, જેથી રોકાણકારોને ઓછા જોખમ સાથે વધુ સારું વળતર આપી શકાય. તમે NPSમાં યોગદાન આપીને પણ ટેક્સ બચાવી શકો છો. આવકવેરાની કલમ 80CCD(1) હેઠળ રૂ. 1.5 લાખ અને કલમ 80CCD(2) હેઠળ રૂ. 50 હજારની કર મુક્તિ ઉપલબ્ધ છે.