GST Revenue Collection : GST (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ) મોરચે એક નવો રેકોર્ડ બન્યો છે. હકીકતમાં, એપ્રિલ 2024માં અત્યાર સુધીમાં સૌથી વધુ GST રેવન્યુ કલેક્શન થયું છે. આ આંકડો રૂ. 2.10 લાખ કરોડને પાર કરી ગયો છે. તમને જણાવી દઈએ કે વાર્ષિક ધોરણે કુલ આવકમાં 12.4%નો વધારો થયો છે.
રિફંડ પછી નેટ GST ₹1.92 લાખ કરોડ રહ્યો. જેમાં વાર્ષિક ધોરણે 17.1%નો વધારો થયો છે. એપ્રિલ, 2024ના મહિનામાં કેન્દ્ર સરકારે IGST થી CGST ને ₹50,307 કરોડ અને SGST ને ₹41,600 કરોડની પતાવટ કરી હતી. તમને જણાવી દઈએ કે માર્ચ 2024માં GST રેવન્યુ કલેક્શન વાર્ષિક ધોરણે 11.5 ટકાના વધારા સાથે 1.78 લાખ કરોડ રૂપિયા રહ્યું હતું.
એપ્રિલ 2024 માટે GST કલેક્શનની વિગતો
- સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (CGST): ₹43,846 કરોડ
- સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (SGST): ₹53,538 કરોડ
- ઇન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (IGST): ₹99,623 કરોડ
નાણાકીય વર્ષ 2023-24 માટે સંગ્રહ
નાણાકીય વર્ષ 2023-24 માટે કુલ GST કલેક્શન રૂ. 20.18 લાખ કરોડ હતું, જે અગાઉના વર્ષની રૂ. 20 લાખ કરોડની આવક કરતાં વધુ છે, જે 11.7 ટકાનો વધારો દર્શાવે છે. આ નાણાકીય વર્ષમાં સરેરાશ માસિક કલેક્શન રૂ. 1.68 લાખ કરોડ રહ્યું છે, જે ગયા વર્ષની સરેરાશ રૂ. 1.5 લાખ કરોડ કરતાં વધુ છે.