હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓમાં યુપીઆઈ મર્યાદા 1 લાખ થી વધારીને 5 લાખ રૂપિયા
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ સામાન્ય લોકોને મોંઘી લોનમાંથી રાહત નથી આપી. ત્યારે મોનેટરી પોલિસીની જાહેરાત કરતા RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે, રેપો રેટ અને અન્ય પોલિસી રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આનો અર્થ એ થયો કે લોન EMI પર સામાન્ય લોકોને કોઈ રાહત આપવામાં આવી નથી. આરબીઆઈએ આ દરો પહેલાની જેમ જ જાળવી રાખ્યા છે. રેપો રેટમાં કોઈ ફેરફાર ન થવાને કારણે બેંકોને સમાન દરે લોન મળનાર છે. આમ સતત પાંચમી વખત રિઝર્વ બેન્કે તેના પોલિસી રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. રેપો રેટ 6.5 ટકા પર યથાવત રાખવામાં આવ્યો છે. RBIની મોનેટરી પોલિસીમાં રેપો રેટમાં કોઈ ફેરફાર ન થવાને કારણે બેંકોને પહેલાની જેમ જ લોન મળતી રહેશે. રિઝર્વ બેંકે નાણાંકીય વર્ષ 2024 માટે જીડીપી અંદાજ 6.5 ટકાથી વધારીને 7 ટકા કર્યો છે. આરબીઆઈએ ક્રેડિટ પોલિસીમાં ‘વિથડ્રોલ ઓફ એકોમોડેશન’ પણ જાળવી રાખ્યું છે.
આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે, હવે હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓમાં દરેક ટ્રાન્ઝેક્શન માટે યુપીઆઈ મર્યાદા 1 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે. આ બેઠકમાં રિકરિંગ પેમેન્ટ્સ માટે ઈ-મેન્ડેટમાં ફેરફારની ભલામણ કરવામાં આવી હતી. આ અંતર્ગત રિકરિંગ ટ્રાન્ઝેક્શન માટે UPI લિમિટ વધારીને 1 લાખ રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શન કરવામાં આવી છે. RBI ગવર્નરે UPI ચુકવણી મર્યાદા 15 હજાર રૂપિયાથી વધારીને 1 લાખ રૂપિયા કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. મ્યુચ્યુઅલ ફંડ સબ્સ્ક્રિપ્શન, વીમા પોલિસી પ્રીમિયમ અને ક્રેડિટ કાર્ડની ચુકવણી માટે રિકરિંગ UPI ચુકવણીઓ માટે UPI મર્યાદા વધારવામાં આવશે.