આવકવેરા વિભાગ કરદાતાઓ માટે ITR ફાઈલ કરવાની પ્રક્રિયાને વધુ સુવિધાજનક બનાવવા જઈ રહ્યું છે. આ સંદર્ભે, વિભાગે કેટલાક જરૂરી સુધારા સાથે નવું ઈ-ફાઈલિંગ પોર્ટલ 3.0 ( ITR e-filing portal 3.0 ) શરૂ કરવાની તૈયારી કરી છે. આ પોર્ટલનો ઉપયોગ કરવો ખૂબ જ સરળ હશે અને તેની મદદથી ખૂબ જ ઓછા સમયમાં આવકવેરા રિટર્ન ફાઇલ કરી શકાશે.
આવકવેરા વિભાગના પરિપત્ર મુજબ, હાલમાં સંકલિત ઈ-ફાઈલિંગ અને સેન્ટ્રલાઈઝ પ્રોસેસિંગ સેન્ટર (આઈઈસી) 2.0 સિસ્ટમ ઈ-ફાઈલિંગ પોર્ટલ સાથે લાગુ કરવામાં આવી છે. IEC 3.0 ને નવા પ્રોજેક્ટ તરીકે લાગુ કરવામાં આવશે. તેનો ઉદ્દેશ્ય ઝડપી ગતિ ધરાવતી IT ટેકનોલોજી અપનાવવાનો છે. આનાથી ITR ની ચકાસણી અને પ્રક્રિયા અને રિફંડ જારી કરવાની પ્રક્રિયા પણ ઝડપી બનશે.
પોર્ટલમાં મહત્વપૂર્ણ ફેરફારો થશે
આવકવેરા વિભાગ નવા ITR ઈ-ફાઈલિંગ પોર્ટલ ( New ITR e-filing portal ) ને કરદાતાઓને અનુકૂળ બનાવવા માટે તેને લોન્ચ કરતા પહેલા હિતધારકોના મંતવ્યો લઈ રહ્યું છે. તેણે એક કમિટી પણ બનાવી છે, જે તમામ મંતવ્યો, સૂચનો અને વિચારોની યાદી તૈયાર કરશે, જેના આધારે પોર્ટલમાં મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવશે.
અત્યારે અનેક પ્રકારની સમસ્યાઓ
ટેક્સ નિષ્ણાતો કહે છે કે વર્તમાન IEC 2.0 સિસ્ટમમાં કેટલીકવાર તકનીકી સમસ્યાઓ જોવા મળે છે. જેમ જેમ પોર્ટલ પર ટ્રાફિક વધે છે તેમ તેની ગતિ ધીમી પડી જાય છે. ક્યારેક સાઇટ ક્રેશ પણ થાય છે. જેના કારણે કરદાતાઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ઘણા કરદાતાઓ નિર્ધારિત સમયમર્યાદામાં રિટર્ન ભરવાનું ચૂકી જાય છે.
IEC પ્રોજેક્ટ શું છે?
આ પ્રોજેક્ટ કરદાતાઓને ઈ-ફાઈલિંગ ( e-filing portal ) પ્લેટફોર્મ પૂરું પાડે છે, જેની મદદથી ઓનલાઈન ઈન્કમ ટેક્સ રિટર્ન ગમે ત્યાંથી ફાઈલ કરી શકાય છે. આ સિવાય ટેક્સ મામલાને લગતા અન્ય ફોર્મ ડાઉનલોડ કરવાની અને અન્ય સેવાઓનો ઉપયોગ કરવાની સુવિધા પણ ઉપલબ્ધ છે. કરદાતાઓ તેમના જૂના ITR ફોર્મ પણ ડાઉનલોડ કરી શકે છે.
આ પણ વાંચો – હવે RTGS દ્વારા યુરો, પાઉન્ડ અને ડૉલરના વ્યવહારો શક્ય બનશે