Business News: મોંઘવારી ભથ્થાની રાહ જોઈ રહેલા સરકારી કર્મચારીઓને ટૂંક સમયમાં કોઈ સારા સમાચાર મળી શકે છે. ઈકોનોમિક્સ ટાઈમ્સના અહેવાલ મુજબ સરકાર માર્ચમાં કેન્દ્રીય કર્મચારીઓના ભથ્થામાં 4 ટકાનો વધારો કરી શકે છે. 4 ટકાના વધારા બાદ ડીએ અને ડીઆર 50 ટકાને પાર કરશે.
તમને જણાવી દઈએ કે, DA અને DR દર વર્ષે બે વાર વધારવામાં આવે છે. આ વધારો જાન્યુઆરી અને જુલાઈમાં કરવામાં આવે છે.
ગત વખતે ડીએ ક્યારે વધ્યું હતું
ડીએમમાં છેલ્લો વધારો ઓક્ટોબર 2023માં થયો હતો. જ્યારે ડીએમાં 4 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. જે બાદ મોંઘવારી ભથ્થું 46 ટકા પર પહોંચી ગયું હતું. વર્તમાન મોંઘવારી પ્રમાણે, એવો અંદાજ છે કે સરકાર ફરીથી ડીએમાં 4 ટકાનો વધારો કરી શકે છે.
જો માર્ચમાં ડીએ વધારવાનો નિર્ણય લેવામાં આવે છે, તો સરકારી કર્મચારીઓને 1 જાન્યુઆરી, 2024 થી તેનો લાભ મળશે.
DA-DR કયા આધારે નક્કી કરવામાં આવે છે?
ઔદ્યોગિક કામદારો માટે DA કેન્દ્ર સરકાર દ્વારા CPI ડેટા (CPI-IW) ના આધારે નક્કી કરવામાં આવે છે. જે 12 મહિનાની સરેરાશ 392.83 છે. આ મુજબ, DM મૂળભૂત પગારના 50.26 ટકા હોવા જોઈએ. તમને જણાવી દઈએ કે, શ્રમ મંત્રાલય દ્વારા દર મહિને CPI-IW ડેટા જાહેર કરવામાં આવે છે.