RBI દ્વારા રેપો રેટમાં 50 બેસિસ પોઇન્ટ્સના વધારા બાદ હવે ખાનગી ક્ષેત્રની બેંક ICICIએ પણ પોતાના ગ્રાહકોને ચોંકાવી દીધા છે. ICICIએ ગ્રાહકોને આંચકો આપતા ધિરાણ દરમાં 50 બેસિસ પોઇન્ટનો વધારો કર્યો છે. ICICIના આ નિર્ણય બાદ લોનધારકો માટે દરેક પ્રકારની લોન વધુ મોંઘી થશે. RBI દ્વારા રેપો રેટ વધારવાની જાહેરાત બાદ ICICI બેંકે પણ ધિરાણદરોમાં વધારો કર્યો છે. હવે આ દર 8.60 પર પહોંચી ગયો છે. ICICI અનુસાર એક્સટર્નલ બેન્ચમાર્ક લેન્ડિંગ રેટ (EBLR) 8 જૂનથી લાગૂ થશે. આ વધારો RBIના રેપો રેટમાં વધારાને કારણે કરવામાં આવ્યો છે. EBLRએ વ્યાજદર છે જેની નીચે બેંકો ધિરાણની મંજૂરી આપતી નથી. અગાઉ EBLR 5મેના રોજ વધારવામાં આવ્યો હતો. નોંધનીય છે કે અગાઉ પણ RBIએ અચાનક ચોંકાવનારો નિર્ણય લેતા રેપો રેટમાં 0.40 ટકાનો વધારો કર્યો હતો. માત્ર એક મહિનાના ટૂંકા ગાળામાં જ સર્વોચ્ચ બેંકે ફરીથી વધારો ઝીંકીને ગ્રાહકોને આંચકો આપ્યો હતો. હવે રેપો રેટ 4.90 ટકા થયો છે. દેશમાં સતત વધતી મોંઘવારીને અંકુશમાં રાખવા માટે RBIએ રેપો રેટમાં વધારો કર્યો છે.
Trending
- મૌની અમાવસ્યા પર ક્યારે સ્નાન કરવું અને દાન કરવું? શુભ મુહૂર્ત જાણો
- આ ચમત્કારિક પાનનું પાણી દરરોજ પીઓ, તમારા ચહેરા પરની કરચલીઓ ઓછી થવા લાગશે!
- આજનું પંચાંગ 19 જાન્યુઆરી 2025 : જાણો આજની તિથિ, નક્ષત્ર, યોગ સહિત પંચાંગનો શુભ સમય
- 3 રાશિના જાતકોનું ભાગ્ય ચમકી જશે,વાંચો આજનું રાશિફળ
- નારંગી રંગના પોશાક સ્ટાઇલિશ લુક આપશે, તેને પહેરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો
- આ છે શનિદેવના 5 પ્રખ્યાત મંદિરો, જ્યાં શનિવારે ઉભરાય છે ભક્તોનું ઘોડાપુર
- હોન્ડાનું સસ્તું અને શક્તિશાળી ઈલેક્ટ્રિક એક્ટિવા લોન્ચ થયું, જાણો તેની વિષેશતા
- બ્રહ્માંડના વિસ્તરણની ગતિ વૈજ્ઞાનિકો માટે કેમ પડકાર બની ગઈ છે? જાણો વિજ્ઞાનીક અહેવાલ