સુરતમાં મોટા ભાગના લોકોનો રોજગાર હીરા પર નિર્ભર છે. સુરતથી લાખો કરોડોના ડાયમંડ એક્સપોર્ટ થાય છે. અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય સ્તર પર સુરતના પોલિશ્ડ હીરા વખણાતા હતા. સુરતમાં અત્યારસુધી નાની ઘંટીઓ ઉપર ડાયમંડ ઘસાતા હતા. સુરતમાં વિશ્વભરમાંથી આવતા રફ ડાયમંડને ચમક આપવામાં આવે છે. પરંતુ હવે ડાયમંડ ઉદ્યોગ નવી ક્રાંતિ તરફ અગ્રેસર થઈ રહ્યું છે.
સુરતમાં સૌથી મોટો નેચરલ ડાયમંડનો વેપાર હતો. જેમાં કટીંગ અને પોલીસિંગ સૌથી મહત્વનું હતું. વિશ્વના 10માંથી 9 હીરા સુરતમાં તૈયાર થતા હતા. જોકે, આ સિવાયના ડાયમંડ માટે અન્ય દેશો પર ભારતે નિર્ભર રહેવું પડતું હતું. પણ તૈયાર થયા બાદ સુરતથી એક્સપોર્ટ થયા બાદ અન્ય દેશોમાં ગયા બાદ તે જ્વેલરીમાં ઉપયોગમાં લેવાતા હતા અને જ્વેલરી અન્ય દેશોમાં જઈને વેચાણ થતું હતું.
ડાયમંડ લઈને સુરત ઉદ્યોગને એક નવી રાહ મળી છે અને મોનોપોલી ધંધો હોવાને લઈને સુરતના ધીરે ધીરે આ ધંધાનો વ્યાપ વધી રહ્યો છે. હવે ધીરે-ધીરે સિન્થેટિક ડાયમંડની માંગ વધવાની સાથે અન્ય દેશમાંથી મંગાવવામાં આવતાં ડાયમંડ હવે ધીરે ધીરે ભારતમાં જ બનવાના શરુ થયા છે. જેને લેબગ્રોન ડાયમંડ તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ ડાયમંડનો સૌથી વધારે જ્વેલરીમાં ઉપયોગ થવા લાગ્યો છે. જેને લઇને સામાન્ય વ્યક્તિ પણ જ્વેલરી ડાયમંડનો શોખ ધરાવતી હોય તો તે આ જ્વેલરી ખરીદી શકે છે. લેબગ્રોન ડાયમંડ બનાવતી મોટી 10 ફેક્ટરી છે. નાના યુનિટો 300 કરતા વધારે છે.
– લેબગ્રોન ડાયમંડની માગ વિશ્વભરમાં ખૂબ મોટા પાયે વધી રહી છે.
લેબગ્રોન ડાયમંડની માગ વિશ્વભરમાં ખૂબ મોટા પાયે વધી રહી છે. રિયલ ડાયમંડની સરખામણીએ તે ખૂબ જ સસ્તો છે. મહત્વની બાબત એ છે કે, જે રિયલ ડાયમન્ડ છે તે ખાણમાંથી કાઢવામાં આવે છે જેના કારણે અનેક મુશ્કેલી ઊભી થતી હોય છે અને ઘણી વખત ખાણમાં કામ કરતા કામદારોનું શોષણ થવાની વાતો પણ સામે આવતી હોય છે. તેવા સંજોગોમાં અમેરિકા જેવા દેશોમાં જે જનરેશન ઝેડ તરીકે ઓળખાય છે તે યુવા વર્ગ રિયલ ડાયમંડ કરતાં પણ લેબગ્રોન ડાયમંડ ખરીદવો ખૂબ પસંદ કરી રહ્યા છે.
હવે આંતરરાષ્ટ્રીય બજારોમાં લેબગ્રોન ડાયમંડની માગ વધતા 40% ફેક્ટરીઓ હવે ધીરે ધીરે લેબગ્રોન ડાયમંડ કટીંગ કરવાનું શરૂ કરી દીધું છે. જે સૂચવે છે કે, હવે રિયલ ડાયમંડની સાથે લેબગ્રોન ડાયમંડનું કામ કરવું પણ લાભકારક છે. ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલી મોટી ફેક્ટરીઓ પણ હવે લેબગ્રોન તરફ આકર્ષાય રહી છે. આવનારા ત્રણ વર્ષમાં નેચરલ અને લેબગ્રોન બન્ને ડાયમંડમાં 70% ફેક્ટરી કામ કરતી થઈ જશે.
હીરા ઉદ્યોગમાં સમયાંતરે રફ ડાયમંડની ખૂબ અછતની સ્થિતિ ઉભી થતી હતી. હવે સુરતમાં રફ ડાયમંડની અછત ઊભી થશે નહીં. કારણ કે સુરતમાં જ મહિને લાખો કેરેટ ડાયમંડ પ્રોડક્શન થશે. જેથી ચીન કે રશિયા ઉપર વધુ પડતું અવલંબન રહેશે નહીં. હવે લેબગ્રોન ડાયમંડ સુરતમાં જ તૈયાર થાય છે અને સુરતમાં જ કટિંગ થશે. હજારો કરોડનો બિઝનેસ ઊભો થઈ રહ્યો છે. આગામી પાંચ વર્ષમાં અકલ્પનીય રીતે લેબગ્રોન ડાયમંડનો વેપાર સુરતમાં થશે.
મળતી માહિતી અનુસાર, હાલ જે કંપનીઓ ડાયમંડ બનાવી રહી છે તેના કરતાં પણ વધુ યુનિટો આગામી પાંચ વર્ષમાં જ શરૂ થઈ જશે. મારા અંદાજ મુજબ માત્ર એક વર્ષમાં આ ઉદ્યોગ 900% જેટલો ગ્રોથ કરી શકે છે. મહત્વની બાબત એ છે કે, સરકાર પણ ખૂબ જ સારી રીતે આ ઉદ્યોગને આગળ લાવવા માટે વિચારી રહી છે.