ન્યાયાધીશ એલ નાગેશ્વર રાવની આગેવાનીમાં ગઠીત સુપ્રીમ કોર્ટની બેંચે આ અરજીને રદ કરી દીધી હતી. આ અહેવાલો બાદ જ વોડાફોન આઇડિયાના શેરોમાં પણ મોટુ ગાબડુ જોવા મળ્યું હતું. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે કોર્ટ અગાઉના પોતાના ચુકાદામાં સ્પષ્ટતા કરી ચુકી છે કે આ એજીઆરના મામલામાં ફરી રીએસેસમેન્ટ નહીં થાય.
ભારતી એરટેલ અને વોડાફોન આઇડિયાને શુક્રવારે મોટો ઝટકો લાગ્યો હતો. સુપ્રીમ કોર્ટે ટેલિકોમ કંપનીઓની એજીઆરની ફરી ગણતરીની માગણી કરતી અરજીને રદ કરી દીધી હતી. આ અરજદાર ટેલિકોમ કંપનીઓમાં ટાટા ટેલીસર્વિસિઝ પણ સામેલ છે. ટેલી કંપનીઓ અરજીમાં દાવો કર્યો હતો કે એજીઆરની ગણતરીમાં ભુલ થઇ ગઇ છે માટે ફરી ગણતરી કરાવવામાં આવે.
નોંધનીય છે કે ટેલિકોમ કંપનીઓ પર કુલ એજીઆર 1.47 લાખ કરોડ રૂપિયા આપવાના નિકળે છે. જેમાં ભારતી એરટેલ પર 43,780 કરોડ રૂપિયા, જ્યારે વોડાફોન આઇડિયા પર 58000 કરોડ રૂપિયા દેવું છે. વોડાફોન અને એરટેલે કેટલીક રકમ ચુકવી દીધી છે. જ્યારે બાકીની રકમ ચુકવવાની બાકી નીકળે છે.
ગત વર્ષે સુપ્રીમ કોર્ટે એરટેલ, વોડાફોન અને આઇડિયાને એજીઆરનુ પેમેંટ કરવા માટે 10 વર્ષનો સમય આપ્યો હતો. જેની શરૂઆત 1 એપ્રીલ 2021થી થઇ હતી. હવે કંપનીઓની દલીલ છે કે ગણતરીમાં ભુલ થઇ છે માટે એજીઆરની ફરી ગણતરી થવી જોઇએ. આ માગણીને સુપ્રીમે ફગાવી દીધી હતી તેથી કંપનીઓએ આદેશ મુજબ ટુકડે ટુકડે પૈસા ચુકવવા પડશે.
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268