જો તમે પણ સહારા ઇન્ડિયાની કોઇ સ્કીમમાં રોકાણ કર્યું છે અને હવે પૈસા પાછા મેળવવા માંગો છો તો સરકાર પૈસા પરત કરવા માટે હવે પ્રયાસ કરી રહી છે. જો કે આ વચ્ચે આ સમાચાર તમને રાહત આપી શકે છે. સહારા ઇન્ડિયાના રિફંડને લઇને કેન્દ્ર સરકાર અત્યારે એક્શનમાં છે. કેન્દ્ર સરકાર તરફથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે.
12 કરોડ રૂ.નો દંડ ફટકાર્યો
માર્કેટ નિયામક સેબીએ સહારા ગ્રૂપની બે કંપનીઓ, સુબ્રતો રોય અને 3 અન્ય લોકો પર 12 કરોડ રૂપિયાનો મોટો દંડ ફટકાર્યો છે. આપને જણાવી દઇએ કે સરકારે જાણકારી આપી છે કે સહારા ઇન્ડિયાના રોકાણકારોને પૈસા ક્યારે પાછા મળી શકે છે.
કરોડો રૂપિયા પરત કર્યા
કેન્દ્ર સરકારે સહારા ઇન્ડિયા વિશે જણાવ્યું કે, અત્યાર સુધી સેબી સહારાના રોકાણકારોના વ્યાજ સહિત કુલ 138.07 કરોડ રૂપિયા જ પરત કરી શકી છે. સહારા ઇન્ડિયા રિયલ એસ્ટેટ કોર્પોરેશન લિમિટેડે 232.85 લાખ રોકાણકારો પાસેથી 19400.87 કરોડ રૂપિયા અને સહારા હાઉસિંગ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન લિમિટેડે 75.14 લાખ રોકાણકારો પાસેથી 6380.50 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. એટલે કે હજુ પણ રોકાણકારોના કરોડો રૂપિયા ફસાયેલા છે.
આટલા પૈસા થયા રિફંડ
સુપ્રીમ કોર્ટે, 31 ઓગસ્ટ, 2012ના રોજ આદેશ આપ્યો હતો. ત્યારબાદ સહારા ઇન્ડિયાએ રોકાણકારો પાસેથી લીધેલા 25,781.37 કરોડ રૂપિયાની મૂળ રકમને બદલે 31 ડિસેમ્બર, 2021 સુધી સેબી સહારા રિફંડ ખાતામાં 15,503.69 કરોડ રૂપિયા જમા કર્યા છે. નાણા મંત્રાલયના સૂત્રો અનુસાર, સેબીને 81.07 કરોડ રૂપિયાની કુલ મૂળ રકમ માટે 53,642 ઓરીજીનલ બોન્ડ સર્ટિફિકેટ/પાસ બુકથી જોડાયેલા 19,644 અરજી મળી છે. સેબીએ 138.07 કરોડ રૂપિયાની કુલ રકમ 48,326 ઓરીજીનલ બોન્ડ સર્ટિફિકેટ/પાસબુક વાળી 17,526 એલિજીબલ બોન્ડહોલ્ડર્સને રિફંડ કર્યું છે.