જો તમારી પાસે સેકન્ડરી સિમ છે, તો તમારે તેને એક્ટિવ રાખવા માટે પણ ઘણા પૈસા ખર્ચવા પડશે. પરંતુ, તેનો વધુ ઉપયોગ થતો નથી. ઘણા લોકો નંબરને માત્ર બેંકમાં અથવા અન્ય જગ્યાએ લિંક હોવાના કારણે જ નંબર એક્ટિવ રાખવા માંગે છે. આવી સ્થિતિમાં તમે વર્ષમાં લગભગ 230 રૂપિયા ખર્ચીને સિમ એક્ટિવ રાખી શકો છો.
આ નવો પ્રીપેડ પ્લાન સરકારી ટેલિકોમ કંપની BSNL દ્વારા થોડા સમય પહેલા લોન્ચ કરવામાં આવ્યો હતો. BSNL પાસે 19 રૂપિયાનો પ્રીપેડ પ્લાન છે જે તમને નંબર અથવા સિમને 30 દિવસ સુધી એક્ટિવ રાખવામાં મદદ કરશે.
કંપનીએ આ પ્લાનને વોઈસ રેટ કટર નામ આપ્યું છે. આ સાથે, ઓન-નેટ અને ઓફ-નેટ કોલનો દર 20 પૈસા પ્રતિ મિનિટ થઈ જાય છે. જો તમારી પાસે તમારા મોબાઈલમાં અન્ય કોઈ ડેટા પ્લાન કે બેલેન્સ નથી, તો પણ આ પ્લાન સાથે સિમ કાર્ડ ચાલુ રહેશે.
એટલે કે તમે કોલ રીસીવ અને અન્ય સર્વિસનો લાભ લઈ શકશો. જો તમે એક વર્ષ માટે 19 રૂપિયાનો પ્લાન લો છો, તો આ પ્લાનમાં તમારી કિંમત માત્ર 228 રૂપિયા હશે (19 x 12 = 228). BSNLનો આ પ્રીપેડ પ્લાન અન્ય ટેલિકોમ ઓપરેટર્સ કરતા ઘણો સસ્તો છે.
અન્ય ટેલિકોમ કંપનીઓની વાત કરીએ તો તમારે સિમને એક્ટિવ રાખવા માટે 50 રૂપિયાથી લઈને 120 રૂપિયા સુધીનો ખર્ચ કરવો પડશે. તે રૂ.19ની સરખામણીએ ઘણું વધારે કહેવાય. આ કારણે જો તમારી પાસે સેકન્ડરી સિમ છે તો તમે 19 રૂપિયાના પ્રીપેડ પ્લાન સાથે જઈ શકો છો.
આ પ્લાન સાથે તમને 3G સેવા મળશે જ્યારે અન્ય ટેલિકોમ ઓપરેટરો તેમના પ્લાન સાથે 4G સેવા ઓફર કરે છે. પરંતુ એક રિપોર્ટ અનુસાર BSNL પણ આ વર્ષે 15 ઓગસ્ટે દેશમાં 4G સેવા શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે.