ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા બોન્ડેડ મેન્યુફેકચરીંગ એન્ડ વેર હાઉસિંગ સ્કીમ મુવર વિશે વેબિનાર યોજાયો હતો. જેમાં નિષ્ણાંત વકતા તરીકે લક્ષ્મીકુમારન એન્ડ શ્રીધરન એટોર્નીના જોઇન્ટ પાર્ટનર મનિષ જૈન દ્વારા મહત્વનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.મનિષ જૈને જણાવ્યું હતું કે, મુવર સ્કીમનો લાભ લેતા મેન્યુફેકચરર્સને એડીશનલ ઓડિટની જરૂર પડતી નથી. જો કે, માત્ર મેન્યુફેકચરર્સ અને જોબવર્ક કરનાર ઉદ્યોગકારો જ મુવર સ્કીમનો લાભ લઇ શકે છે. આ સ્કીમનો લાભ લેવા માટે બેંક ગેરંટીની જરૂરિયાત પડતી નથી. આ સ્કીમ અંતર્ગત મશીનરી આયાત કરીએ તો કોઇપણ પ્રકારની કસ્ટમ ડયૂટી તાત્કાલિક ભરવાની થતી નથી. સાથે જ આઇજીએસટી પણ ભરવાનો થતો નથી. જો કે, કસ્ટમ વિભાગમાંથી ફેકટરીનું લાયસન્સ લેવું પડે છે. એકવખત લાયસન્સ લીધા બાદ લાયસન્સ રિન્યુ કરવાની જરૂર પડતી નથી. ભવિષ્યમાં કોઇપણ મશીનરી આયાત કરીએ તો પણ તેમાં કસ્ટમ ડયૂટી ભરવાની થતી નથી.આ ઉપરાંત આયાત કરેલી મશીનરી ઉપર કસ્ટમ ડયૂટી ભરવાની થતી નથી, પરંતુ આયાત કરેલી મશીનરીનો ઉપયોગ કરીને તેને પછી ભારતમાં જ વેચવામાં અથવા તેનો નિકાલ કરવામાં આવે તો તે સમયે જે ઓરિજનલ કસ્ટમ ડયૂટી જે તે સમયે ભરવી પડી ન હતી તે વગર વ્યાજે ભરવી પડે છે. જો કે, મશીનરીના ઉપયોગ બાદ તેને અન્ય દેશમાં વેચવામાં આવે ત્યારે તેના ઉપર કસ્ટમ ડયૂટી ભરવાનું ભારણ આવતું નથી. મુવર સ્કીમ અંતર્ગત રો મટિરિયલ આયાત કરવામાં આવે ત્યારે પણ કસ્ટમ ડયૂટી ભરવી પડતી નથી, પરંતુ આયાત કરાયેલા રો મટિરિયલમાંથી ફિનીશ્ડ ગુડ્સ બનાવીને વેચવામાં આવે ત્યારે ફિનીશ્ડ ગુડ્સ બનાવવામાં જેટલું રો મટિરિયલ વપરાયું હોય તેના ઉપર જે ડયૂટી લાગુ હોય તે ફિનીશ્ડ ગુડ્સના નિકાલ વખતે ભરવી પડે છે.ચેમ્બરના પ્રેસિડેન્ટ ઇલેકટ હિમાંશુ બોડાવાલાએ વેબિનારમાં સ્વાગત પ્રવચન કર્યું હતું. ચેમ્બરની જીએસટી કમિટીના ચેરમેન મુકુંદ ચૌહાણે વેબિનારનું સંચાલન કર્યું હતું અને અંતે તેમણે સર્વેનો આભાર માની વેબિનારનું સમાપન પણ કર્યું હતું.
Trending
- લોકો એક્ટિવા, જ્યુપિટર, એક્સેસ વિશે વાતો કરતા રહ્યા, આ 3 ઇલેક્ટ્રિક સ્કૂટર ચૂપચાપ ટોપ-10માં સામેલ થયા
- અમેરિકામાં વિમાનો વારંવાર કેમ અથડાય? હવામાં ટ્રાફિક કેવી રીતે નિયંત્રિત થાય
- હોળી પછી શુક્ર ગ્રહ ઉથલપાથલ મચાવશે, આ રાશિના જાતકોના જીવનમાં સારો બદલાવ જોવા મળશે
- 30 હજારથી ઓછી કિંમતમાં મળશે આ શક્તિશાળી લેપટોપ, ટોચની બ્રાન્ડ્સ આપે છે શાનદાર ઑફર્સ
- આ 5 શાક બનાવતી વખતે જરૂર અજમા નાખો , પેટમાં ગેસ નહીં થાય અને સ્વાદ પણ બમણો થશે!
- એલોન મસ્ક ઝેલેન્સકીની લોકપ્રિયતાને પચાવી શકતા નથી, સર્વે પર ગુસ્સે થયા
- પાકિસ્તાને તેની વિશ્વસનીયતા ગુમાવી દીધી , લોન પર લોનને કારણે તેની અર્થવ્યવસ્થા ખરાબ સ્થિતિમાં
- લોકસભા ચૂંટણીમાં અમેરિકાના હસ્તક્ષેપના ટ્રમ્પના દાવાથી ખળભળાટ મચ્યો , ભારત સરકાર હરકતમાં આવી