શેરબજારમાં સતત પાંચમાં દિવસે પણ કડાકો બોલી ગયો છે. નબળા વૈશ્વિક સંકેતોને કારણે માર્કેટ કડડભૂસ થયું છે. પ્રારંભિક કારોબારમાં બંને ઇન્ડેક્સમાં ઘટાડો જોવા મળ્યો હતો. આજે સેન્સેક્સ 0.69 ટકા જ્યારે નિફ્ટી 0.56 ટકા નુકસાન સાથે ખુલ્યા હતા. બુધવારે સેન્સેક્સ 215 પોઇન્ટ ઘટીને 54892ના સ્તરે અને નિફ્ટી 60 પોઇન્ટના કડાકા સાથે 16356ના સ્તર પર બંધ થયો છે. આજે સેન્સેક્સ 378.32 પોઇન્ટ નીચે 54,514.17ની સપાટીએ ખુલ્યો હતો. તો બીજી તરફ નિફ્ટીએ 16,263.85 ઉપર કારોબારનો પ્રારંભ કર્યો હતો. બીજી તરફ વૈશ્વિક માર્કેટમાં પણ માહોલ મંદ છે. ડાઉ જોન્સ 270 પોઇન્ટ ઘટીને બંધ થયો છે. જ્યારે નાસ્ડેકમાં .70 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. 10 વર્ષના બોન્ડની યીલ્ડ ફરીથી 3 ટકાને વટાવી ગઇ છે. નોંધનીય છે કે બુધવારે સતત ચોથા દિવસે માર્કેટ લાલ નિશાન સાથે બંધ થયું હતું. સેન્સેક્સ 215 પોઇન્ટ ઘટીને 54,892ના સ્તરે જ્યારે નિફ્ટી 60 પોઇન્ટના ઘટાડા સાથે 16,356 પર બંધ થયો હતો. RBI દ્વારા રેપો રેટમાં વધારાને કારણે PSU બેન્ક ઇન્ડેક્સ 0.71 ટકા વધ્યો હતો. સેન્સેક્સના ટોપ-30 શેર્સ વધ્યા હતા.
Trending
- નેપાળના વડાપ્રધાન ઓલી ચીનની યાત્રા માટે નીકળ્યા
- એક અઠવાડિયામાં બેરૂત પર ઈઝરાયેલનો ચોથો હુમલો, ડઝનેક ઈમારતો નાશ પામી
- રશિયાએ યુક્રેનમાં પહેલીવાર MIRVનો ઉપયોગ કરીને તબાહી મચાવી દીધી
- Amazon પર 34 હજાર રૂપિયા સસ્તો મળી રહ્યો છે iPhone, ઑફર તરત જ ચેક કરો
- કોણ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી? જીત બાદ દેવેન્દ્ર ફડણવીસે મૌન તોડ્યું
- બ્રાન્ડ લીડ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેની કરારી હાર
- પાકિસ્તાનનો ખૈબર પખ્તુનખ્વા પ્રાંત થયો અશાંત, જૂથવાદી હિંસામાં 18 લોકોના મોત
- અદાણી પછી, યુએસ ન્યાય વિભાગની ભારત પર બીજી મોટી કાર્યવાહી, બાયડેને બગાડ્યા સંબંધો