ભારતમાં ખાસ કરીને સ્ટાર્ટઅપ્સ માટે જૂન ક્વાર્ટર અપેક્ષાથી ઉણું ઉતર્યું છે. જૂન ક્વાર્ટરમાં સ્ટાર્ટઅપ્સમાં નવું રોકાણ 33 ટકા સુધી ઘટ્યું છે. ભારતની સ્ટાર્ટઅપ્સ કંપનીઓએ જૂનના ત્રિમાસિક ગાળા દરમિયાન 409 ફંડિગ રાઉન્ડ થકી 6.9 અબજ ડોલર મેળવ્યા હતા, જે ત્રિમાસિક ધોરણે 33 ટકા અને વાર્ષિક તુલનાએ 31 ટકા ઓછું ફંડ કહી શકાય.
10.3 અબજ ડોલરનું ફંડ એકત્રીકરણ
વાસ્તવમાં, કેલેન્ડર વર્ષ 2021ના પ્રથમ એટલે કે માર્ચ ક્વાર્ટર દરમિયાન સ્ટાર્ટઅપ્સ દ્વારા 10.3 અબજ ડોલરનું ફંડ એકત્ર કરાયું હતું. જ્યારે ગત વર્ષના સમાન સમયગાળામાં એટલે કે જૂન 2021 દરમિયાન સ્ટાર્ટઅપ્સ દ્વારા 10.1 અબજ ડોલરનું ફંડ મેળવવામાં આવ્યું હતું.
રોકાણકારોનો વિશ્વાસ ઘટ્યો
એક અહેવાલ અનુસાર સ્ટાર્ટઅપ્સ દ્વારા ફંડ કલેક્શનની કામગીરી ઘટવાથી રોકાણકારોનો વિશ્વાસ અને સેન્ટિમેન્ટ નબળું પડ્યું હોવાના સંકેતો છે. ધીમી ગતિએ ભંડોળ એકત્રીકરણ તે વાસ્તવમાં બજાર અને વર્તમાન મેક્રો ઇકોનોમિક મંદી અને ભૌગોલિક રાજકીય પરિસ્થિતિઓ, ફુગાવો, વ્યાજદરો અને કોમોડિટીના ભાવમાં વૃદ્વિના લીધે સર્જાયેલી અસ્થિરતાનું પરિણામ છે.
નોંધનીય છે કે 121 નવા સ્ટાર્ટઅપ્સે તેમું પ્રથમ ફંડિંગ માટેનું રાઉન્ડ બંધ કર્યું છે અને નવા ચાર સ્ટાર્ટઅપ્સ પણ યુનિકોર્ન બન્યા છે. બીજી તરફ 62 સ્ટાર્ટઅપ્સને ટેકઓવર પણ કરવામાં આવ્યા છે અને 5 સ્ટાર્ટઅપ્સે હવે આઇપીઓ માટે પણ અરજી કીર છે. સ્ટાર્ટઅપ્સના ફંડિંગમાં ભારતમાં બેંગ્લોર, દિલ્હી અને મુંબઇ સૌથી વધુ મૂડીરોકાણ આકર્ષત કરનારા ટોચના શહેરો કહી શકાય. બીજી તરફ ફંડ એકત્રીકરણ ઉપરાંત અનેક કંપનીઓને મોંઘવારીના મારથી બચવા તેમજ ખર્ચને કાબૂમાં રાખવા માટે મોટા પાયે કર્મચારીઓની હકાલપટ્ટી પણ કરી છે. આ સ્ટાર્ટઅપ્સે ખર્ચ પર કાપ મૂકવા તેમજ ભવિષ્યની યોજનાઓને ધ્યાનમાં રાખીને મોટા પાયે લોકોની છટણી કરી હતી.