ભારતમાં 5G સ્પેક્ટ્રમની હરાજીને મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી દીધી છે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશનના પ્રસ્તાવ અનુસાર, હરાજીમાં સફળ થનારી ટેલિકોમ કંપનીઓ દેશભરમાં 5G સેવા પૂરી પાડી શકે છે.
ભારતમાં 5G સેવા શરૂ કરવાની તારીખ હજુ સુધી કન્ફર્મ કરવામાં આવી નથી. પરંતુ ઘણા અહેવાલો અનુસાર, આ સેવા આ વર્ષના અંત સુધીમાં શરૂ થઇ શકે છે. 5G વર્તમાન 4G કરતાં ઘણું ઝડપી છે. તેની સ્પીડના કારણે ઘણી વસ્તુઓમાં મોટા ફેરફાર જોવા મળશે.
ટેલિકોમ મંત્રાલય દ્વારા આપવામાં આવેલા પ્રસ્તાવ મુજબ આગામી 20 વર્ષ માટે 72Ghz પર 5G સ્પેક્ટ્રમની હરાજી કરવામાં આવશે. ટેલિકોમ કંપનીઓ 5G સર્વિસ માટે સતત ટ્રાયલ કરી રહી છે. તેમાં ડાઉનલોડ અને અપલોડ માટે ખૂબ જ ઊંચી ઝડપ જોવા મળી છે.
એવું માનવામાં આવે છે કે હરાજી પ્રક્રિયા પછી કંપનીઓ તેને ટૂંક સમયમાં રિલીઝ કરવા પર કામ કરશે. ટેલિકોમ કંપનીઓ આ માટે સતત ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરી રહી છે. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તેને સૌથી પહેલા મેટ્રો શહેરો અને મોટા શહેરોમાં રિલીઝ કરવામાં આવશે. 72097.85 MHz સ્પેક્ટ્રમની હરાજી જુલાઈ 2022ના અંત સુધીમાં કરવામાં આવશે. તેની વેલિડિટી 20 વર્ષ માટે રહેશે. સ્પેક્ટ્રમ હરાજીમાં નીચા (600 MHz, 700 MHz, 800 MHz, 900 MHz, 1800 MHz, 2100 MHz, 2300 MHz), મધ્ય (3300 MHz) અને ઉચ્ચ (26 GHz) ફ્રિકવન્સી બેન્ડનો સમાવેશ થશે.
એવું માનવામાં આવે છે કે ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર્સ મિડ અને હાઇ બેન્ડ સ્પેક્ટ્રમનો ઉપયોગ કરીને 5G રિલીઝ કરશે.