રાષ્ટ્રીય રાજધાનીમાં આજે CNGના ભાવમાં 2 રૂપિયા પ્રતિ કિલોગ્રામનો વધારો કરાયો છે. જે બે મહિનામાં CNGના ભાવમાં સતત 13મી વખત વધારો છે. ઈંદ્રપ્રસ્થ ગેસ લિમિટેડની વેબસાઈટ પર આપવામાં આવેલ માહિતી અનુસાર, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં CNGના ભાવમાં હવે 73.61 રૂપિયા પ્રતિ કિલોગ્રામથી વધીને 75.61 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગયો છે. રાષ્ટ્રીય રાજધાની અને આસપાસના શહેરમાં 7 માર્ચ બાદ CNGની કિંમતમાં આ 13મી વખત વધારો છે. આ દરમ્યાન કુલ મળીને CNGના ભાવ 19.60 રૂપિયા પ્રતિ કિલોગ્રામ વધ્યા છે.1 વર્ષમાં ભાવમાં 32થી વધુનો વધારોમળતી માહિતી અનુસાર, ગત એક વર્ષમાં કિંમતોમાં 32.21 રૂપિયા પ્રતિ કિલોગ્રામ અથવા 60 %ની વૃદ્ધિ થઈ છે. જો કે, ઘરેલુ રસોઈમાં પાઈપથી ગેસની પાઈપથી ગેસનો દર, જે પાઈપ્ડ પ્રાકૃતિક ગેસ કહેવામાં આવે છે, તેની કિંમત 45.86 રૂપિયા પ્રતિ SCM જ છે.શું છે મુખ્ય કારણ ?સિટી ગેસ ડિસ્ટ્રીબ્યૂટર્સ ગત વર્ષે ઓક્ટોબરથી સમય-સમય પર કિંમત વધારી રહ્યું છે. તેનું મુખ્ય કારણ કોરોના મહામારી છે, જેના કારણે સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થા ખરાબ થઈ ગઈ છે. તેના કારણે ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય ગેસની કિંમત વધારવાની શરૂઆત થઈ ગઈ છે.
Trending
- નેપાળના વડાપ્રધાન ઓલી ચીનની યાત્રા માટે નીકળ્યા
- એક અઠવાડિયામાં બેરૂત પર ઈઝરાયેલનો ચોથો હુમલો, ડઝનેક ઈમારતો નાશ પામી
- રશિયાએ યુક્રેનમાં પહેલીવાર MIRVનો ઉપયોગ કરીને તબાહી મચાવી દીધી
- Amazon પર 34 હજાર રૂપિયા સસ્તો મળી રહ્યો છે iPhone, ઑફર તરત જ ચેક કરો
- કોણ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી? જીત બાદ દેવેન્દ્ર ફડણવીસે મૌન તોડ્યું
- બ્રાન્ડ લીડ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેની કરારી હાર
- પાકિસ્તાનનો ખૈબર પખ્તુનખ્વા પ્રાંત થયો અશાંત, જૂથવાદી હિંસામાં 18 લોકોના મોત
- અદાણી પછી, યુએસ ન્યાય વિભાગની ભારત પર બીજી મોટી કાર્યવાહી, બાયડેને બગાડ્યા સંબંધો