જો તમે પણ ટ્રેનથી મુસાફરી કરો છો તો તમારા માટે એક મહત્વના સમાચાર છે. આગામી રવિવારે એટલે કે 17 જુલાઇ, 2022ના રોજ બિહાર, ઝારખંડ અને ઉત્તરપ્રદેશના કેટલાક વિસ્તારો સહિત અનેક રાજ્યોમાં ટ્રેનની ટિકિટો નહીં મળે. તે દિવસે રિઝર્વ ટિકિટ ઉપરાંત બુકિંગ કાઉન્ટર પર મળતી સામાન્ય ટિકિટ પણ નહીં મળે. તે દિવસે પાર્સલ સંબંધિત કામગીરી પણ સંપૂર્ણપણે સ્થગિત રહેશે.
સિસ્ટમનું અપગ્રેડેશન થશે
પૂર્વ રેલવેના સત્તાવાર સૂત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર આગામી શનિવાર અને રવિવાર દરમિયાન રાતે 00.30 વાગ્યાથી આગામી દિવસે 03.30 વાગ્યા સુધી પીઆરએસ ડેટા સેન્ટર કોલકાતાની સિસ્ટમ બંધ રહેશે. અર્થાત્ 17 જુલાઇના રોજ સમગ્ર દિવસ દરમિયાન સિસ્ટમ બંધ રહેશે. એ દરમિયાન મેઇનટેનન્સ અને અપગ્રેડેશનને લગતી કામગીરી કરવામાં આવશે.
ક્યાં ક્યાં કામ પ્રભાવિત થશે
રેલવે પાસેથી મળેલી જાણકારી અનુસાર આ દરમિયાન અનેક કામગીરી નહીં થઇ શકે. જેમ કે ટ્રેનની રિઝર્વ ટિકિટ નહીં બની શકે. યાત્રી રેલવેના કાઉન્ટરથી અથવા તો ઇન્ટરનેટથી રિઝર્વ ટિકિટની ખરીદી કરશે તો પણ કામ નહીં થાય. એ ઉપરાંત પીઆરએસથી જોડાયેલી ઇન્ક્વાયરી પણ નહીં મળે. તેની સાથે જ અનરિઝર્વ ટિકટટિંગ સિસ્ટમ અથવા યુટીએસ પણ કામ નહીં કરે. રેલવેની પાર્સલ મેનેજમેન્ટ સિસ્ટમ પણ આ જ સિસ્ટમ પર કામ કરે છે. તેથી તે આગામી રવિવારે બંધ રહેશે. તે સાથે જ રેલવેના રિટાયરિંગ રૂમનું બુકિંગ પણ શક્ય નહીં બને.
ક્યાં રાજ્યમાં થશે અસર
રેલવેના કોલકાતામાં સ્થિત પીઆરએસ ડેટા સેન્ટરથી ભારતીય રેલવેના છ ઝોનલ રેલવેનું કામ થાય છે. તેમાં ઇસ્ટર્ન રેલવે, સાઉથ ઇસ્ટર્ન રેલવે, ઇસ્ટ કોસ્ટ રેલવે, સાઉથ ઇસ્ટ સેન્ટ્રલ રેલવે, નોર્થ ઇસ્ટ ફ્રંટિયર રેલવે અને ઇસ્ટ સેન્ટ્રલ રેલવે સામેલ છે. તે ઉપરાંત યુપીના કેટલાક વિસ્તારોની સાથે સાથે સમગ્ર બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, પશ્વિમ બંગાળ, ઓડિશામાં પણ રેલવે સેવા ઠપ્પ રહેશે.