પોસ્ટ ઓફિસ સ્મોલ સેવિંગ સ્કીમ્સને ખૂબ જ સુરક્ષિત રોકાણ વિકલ્પ માનવામાં આવે છે. આમાં તમારા પૈસા સુરક્ષિત છે અને વળતર પણ સારું છે. અમે તમને પોસ્ટ ઓફિસની આવી જ એક સ્કીમ વિશે જણાવીશું, જે તમે ખૂબ ઓછા રોકાણથી શરૂ કરી શકો છો અને તમને દર મહિને જમા રકમ પર વ્યાજ મળશે.
ઉદાહરણ તરીકે, જો તમે મહિનાની પહેલી તારીખે આ સ્કીમમાં રૂ. 2,000નું રોકાણ કરો છો, તો મહિનાના અંતે તમને ચોક્કસ દરે વ્યાજ આપવામાં આવશે. એ જ રીતે, દર મહિને તમારી જમા રકમ વધશે અને તેના પર મળતું વ્યાજ પણ વધશે. જો કે, વ્યાજની ગણતરી વાર્ષિક ધોરણે જ કરવામાં આવશે. અમે પોસ્ટ ઓફિસની માસિક આવક યોજના (MIS) વિશે વાત કરી રહ્યા છીએ.
આ યોજના શું છે
તમે MIS માં તમારું રોકાણ રૂ. 1,000 થી શરૂ કરી શકો છો. આ પછી, તમારે દર મહિને તેના ગુણાંક (રૂ. 2000, રૂ. 3000)માં રોકાણ કરવું પડશે. આ સ્કીમમાં 1 વ્યક્તિ કુલ 4.5 લાખ રૂપિયા જમા કરાવી શકે છે. જો ખાતું જોઈન્ટ છે તો તેમાં 9 લાખ રૂપિયા જમા કરાવી શકાય છે. થાપણની મહત્તમ મર્યાદા 5 વર્ષ માટે છે. 5 વર્ષ આ યોજનાની પાકતી મુદ્દત છે. જોઈન્ટ અકાઉન્ટમાં, કોઈપણ એક રોકાણકારનું રોકાણ બીજા કરતા વધુ કે ઓછું હોઈ શકતું નથી.
આ યોજનામાં રોકાણકારને વાર્ષિક 6.6 ટકા વ્યાજ મળે છે, જે દર મહિને ચૂકવવામાં આવશે. આ દરો 1લી એપ્રિલ 2020થી લાગુ થશે. જો ખાતાધારક દર મહિને વ્યાજ નહીં લે તો તે રકમ અલગ રાખવામાં આવશે અને તેના પર કોઈ વ્યાજ ચૂકવવામાં આવશે નહીં.
ખાતાધારકના મૃત્યુના કિસ્સામાં
પોસ્ટ ઓફિસની વેબસાઈટ અનુસાર, જો ખાતાની પાકતી મુદત પહેલા ખાતાધારકનું મૃત્યુ થઈ જાય છે, તો તે રકમ તેના દ્વારા નામાંકિત વ્યક્તિ અથવા કાનૂની વંશજને આપવામાં આવશે.