ભારતના ગ્રામિણ વિસ્તારમાં પોસ્ટની બચત યોજના સારુ સાધન છે. આ દેશમાં ઓછા વિકસિત વિસ્તારના લોકોની જરૂરિયાતને પુરી કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. પોસ્ટની કેટલીય બચત યોજનાઓ જોખમથી એકદમ મુક્ત છે અને સારામાં સારુ રિટર્નની સાથે ભવિષ્યને સુરક્ષા આપે છે. પોસ્ટની રૂરલ પોસ્ટલ લાઈફ ઈંશ્યોરન્સ સ્કીમ્સ પ્રોગ્રામ અંતર્ગત કેટલીય યોજનાઓ લોન્ચ થઈ ચુકી છે. તેમાં ગ્રામ સુરક્ષા યોજના પણ સામેલ છે.
આ યોજના સમગ્ર જીવનકાળ માટે લાઈફ ઈંશ્યોરેસ પોલિસી છે. જેમાં પોલિસી લેવાના પાંચ વર્ષ પુરા થવા પર એડોંમેંટ ઈંશ્યોરેન્સ પોલિસીમાં બદલાનું એક ફીચર શામેલ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત પોલિસીહોલ્ડર 55,58 અથવા 60 વર્ષની ઉંમર સુધી પ્રીમિયમ ચુકવણી કરીને વધુમાં વધુ લાભ મેળવી શકે છે.
આ યોજનાની ખાસ વાતો
- ગ્રામ સુરક્ષા યોજનામાં 19 વર્ષથી લઈને 55 વર્ષ સુધી કોઈ પણ ભારતીય નાગરિક તેમાં રોકાણ કરી શકે છે.
- તેમાં ન્યૂનત્તમ સમ એશ્યોર્ડ 10,000 રૂપિયાથી વધારે છે, જ્યારે વધુમાં વધુ 10 લાખ રૂપિયા છે.
- પ્રીમિયમ ભરવા માટે તેમાં કેટલાય વિકલ્પો આપવામાં આવે છે. હપ્તા ચુકવવા માટે મંથલી, ત્રિમાસિક, છમાસિક અથવા વાર્ષિક આધાર પર કરી શકો છે.
- ચાર વર્ષ બાદ લોનની સુવિધા
- ત્રણ વર્ષ પુરા થવા બાદ પોલિસીહોલ્ડર પોલિસી સરેન્ડર કરી શકે છે.
- પાંચ વર્ષે પહેલા સરેન્ડર કરશો તો સ્કીમમાં બોનસ નહીં મળે
દરરોજ 50 રૂપિયા જમા કરાવો, મળશે 35 લાખ રૂપિયા
ગ્રામ સુરક્ષા યોજના અંતર્ગત એક પોલિસીહોલ્ડર દરરોજ ફક્ત 50 રૂપિયા જમા કરાવવા પર 35 વર્ષ લાખ રૂપિયાનુ રિટર્ન મેળવી શકે છે. જો એક વ્યક્તિ દર મહિને 1515 રૂપિયા જમા કરાવે છે તો, જો 10 લાખ રૂપિયાની પોલિસી હોય તો, તે મેચ્યોરિટી પર 34.60 લાખ રૂપિયા મળશે.
એક ઈન્વેસ્ટરને 55 વર્ષની ઉંમરમાં મેચ્યોરિટી પર 31,60,000 રૂપિયા, 58 વર્ષની મેચ્યોરિટી પર 33,40,000 રૂપિયા અને 60 વર્ષે 34.60 લાખ રૂપિયા મળશે.