જો આપ પણ ઘરે બેઠા કમાણી કરવાનું વિચારી રહ્યા છે, તો અહીં તહીં ભટકવાની જરૂર નથી. આપ આપના ઘરની છત પર મોટી કમાણીવાળો બિઝનેસ શરૂ કરી શકો છે. આ બિઝનેસ છે, જેને મામૂલી રોકાણ સાથે શરૂ કરી શકાય છે. તેમાં ખોટ જવાનો ચાન્સ ખૂબ નહીંવત છે. સાથે જ આપને દર મહિને બંપર કમાણી પણ થશે. એટલે કે, કોરોના કાળ દરમિયાન આપ ઘરે બેઠા આસાનીથી સારી એવી કમાણી કરી શકશો.ઘરની છત અથવા ટેરેસ ફ્રામિંગ, સોલર પેનલ, મોબાઈલ ટાવર, હોર્ડિંગ્સ અને બેનર જેવા બિઝનેસ શરૂ કરી શકો છો. છતને ભાડે આપીને સારી એવી કમાણી કરી શકશો. નાના શહેરોથી લઈને મોટા મોટા શહેરોમાં પણ આ બિઝનેસ શરૂ થઈ ચુક્યો છે.ટેરેસ ફાર્મિંગસૌથી પહેલા ટેરેસ ફાર્મિંગ વિશે વાત કરીએ. તેનો અર્થ થાય છે છત પર ખેતી કરવી. જો આપ મોટા ઘરમાં રહો છો, તો આપની એક મોટી છત પણ હશે, તેમા આપ સારી એવી કમાણી કરી શકો છે. તેના માટે આપને છત પર પોલીબોગમાં શાકભાજીના છોડ ઉગાડી શકો છો. ટેરેસ ગાર્ડનિંગનો કોન્સેપ્ટ અલગ અલગ જગ્યા પર નિર્ભર કરે છે.સોલર પેનલ લગાવીને કમાણી કરોઆપની છત પર સોલર પ્લાન્ટ લગાવીને પણ બિઝનેસ કરી શકો છો. તેનાથી ન ફક્ત વિજળીની બચત થશે, પણ મોટી કમાણી પણ શરૂ થઈ જશે. આજકાલ સરકાર પણ આ બિઝનેસને પ્રોત્સાહન આપી રહી છે. તેના માટે થોડુ રોકાણ કરવાનું રહેશે.મોબાઈલ ટાવરથી બંપર કમાણીજો આપની બિલ્ડીંગની છત ખાલી છે, તો આપ ત્યાં મોબાઈલ ટાવર પણ લગાવી શકો છો. મોબાઈલ ટાવર લગાવ્યા બાદ આપને કંપની તરફથી દર મહિને અમુક રકમ મળશે. તેના માટે આપે સ્થાનિક નગર નિગમ પાસેથી પરમિશન પણ લેવી પડે છે, તો ડાયરેક્ટ મોબાઈલ ઓપરેટર કંપનીઓનો સંપર્ક કરી શકો છો.હોર્ડિંગ્સ અથવા બેનર લગાવીને કમાણીજો આપનું ઘર પ્રાઈમ લોકેશન પર છે, તો જેવી રીતે મેઈન રોડ પર સરળતાથી દેખાઈ રહે તો તેના માટે આપની છત પર આપ બેનર લગાવી શકો છો. તેમાંથી સારી એવી કમાણી કરી શકો છો. જો તેના માટે એજન્સી આપનો સંપર્ક કરે છે, તો દરેક પ્રકારના ક્લિયરેંસ લઈને આપની છત પર હોર્ડિંગ લગાવશો. હોર્ડિંગનું ભાડૂ પ્રોપર્ટીના લોકેશનના હિસાબે નક્કી થાય છે.
Trending
- નેપાળના વડાપ્રધાન ઓલી ચીનની યાત્રા માટે નીકળ્યા
- એક અઠવાડિયામાં બેરૂત પર ઈઝરાયેલનો ચોથો હુમલો, ડઝનેક ઈમારતો નાશ પામી
- રશિયાએ યુક્રેનમાં પહેલીવાર MIRVનો ઉપયોગ કરીને તબાહી મચાવી દીધી
- Amazon પર 34 હજાર રૂપિયા સસ્તો મળી રહ્યો છે iPhone, ઑફર તરત જ ચેક કરો
- કોણ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી? જીત બાદ દેવેન્દ્ર ફડણવીસે મૌન તોડ્યું
- બ્રાન્ડ લીડ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેની કરારી હાર
- પાકિસ્તાનનો ખૈબર પખ્તુનખ્વા પ્રાંત થયો અશાંત, જૂથવાદી હિંસામાં 18 લોકોના મોત
- અદાણી પછી, યુએસ ન્યાય વિભાગની ભારત પર બીજી મોટી કાર્યવાહી, બાયડેને બગાડ્યા સંબંધો