જૂન મહિનો હવે પૂર્ણ થવાને આરે છે ત્યારે જુલાઇ મહિનાથી નોકરીયાત વર્ગ માટેના શ્રમ કાયદામાં નવા ફેરફાર અમલી બની શકે છે. વાસ્તવમાં, સરકાર જુલાઇના પ્રારંભથી નવા લેબર કોડને અમલમાં મૂકવા અંગે વિચારણા કરી રહી છે. નવા લેબર કોડ લાગૂ થવાથી ટેક હોમ સેલેરી, કામના કલાકો સહિતના કેટલાક નિયમોમાં ફેરફાર થઇ શકે છે. તેની સાથે સાથે એમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડમાં અપાતું યોગદાન પણ બદલાશે. નવા સુધારેલા વેતન ધારા હેઠળ ઘણા ફેરફારો થશે. તેનાથી કર્મચારીઓના કામના કલાકો તેમજ પીએફ યોગદાનમાં વધારો થશે, પરંતુ બીજી તરફ હાથમાં આવતો સેલેરી એટલે કે ટેક હોમ સેલેરી ઘટી શકે છે. જો કે માત્ર 23 રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોએ વેજ કોડ હેઠળના નિયમો તૈયાર કર્યા છે. શ્રમ અને રોજગાર મંત્રી રામેશ્વર તેલીએ લોકસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું હતું. નવા કાયદા અનુસાર પોતાને ત્યાં કામના કલાકો 8 કે 9 કલાકથી વધારીને 12 કલાક કરી શકે છે. જો કે, તેની સામે કર્મચારીઓને સપ્તાહમાં ત્રણ દિવસની રજા પણ આપવાની રહેશે. આ નવા લેબર કોડથી એક સપ્તાહમાં કામ કરવાના દિવસો ઘટીને ચાર થઇ જશે. નવા વેતન ધારા અનુસાર દર સપ્તાહે કામના કુલ કલાક 48 જ રહેશે. આ ઉપરાંત કર્મચારીઓને દર મહિને હાથમાં મળતા પગારમાં પણ ફેરફાર થશે. નવા વેજ કોડ પ્રમાણે બેઝિક સેલેરી કુલ માસિક પગારના ઓછામાં ઓછા 50 ટકા રહેશે. આ નવા લેબર કોડના અમલીકરણથી ખાસ કરીને ખાનગી સેક્ટરના નોકરીયાત વર્ગને ટેક હોમ સેલેરીમાં ફેરફાર થશે.
Trending
- યુપીમાં પતિના પડછાયામાંથી મુક્ત થઈને ‘પ્રધાનજી’ આત્મનિર્ભર બનશે, આ જિલ્લામાં તાલીમ કાર્યક્રમ શરૂ
- નવ મહિના પછી ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ફરી ટ્રેન દોડી , જાણો કેમ બંધ થઈ હતી સેવા
- મેરઠમાં રેપિડ રેલના ટ્રેકને અવરોધતા ૧૬૮ વર્ષ જૂના ધાર્મિક સ્થળ પર બુલડોઝર દોડ્યું, સમિતિ પોતાને દૂર કરી રહી હતી
- તેલંગાણામાં રહસ્યમય બીમારીથી ગભરાટ ફેલાયો, ત્રણ દિવસમાં અઢી હજાર મરઘાં અચાનક મૃત્યુ પામ્યા
- આપણે તેલ અવીવને ધૂળ કરી દઈશું,ઈરાનની ધમકી પર ઈઝરાયલે કહી આ વાત
- જ્યારે બેન્જામિન નેતન્યાહૂ ગુસ્સે થતા હમાસે ભૂલ સ્વીકારી, શિરી બિબાસનો અસલી મૃતદેહ ઇઝરાયલને સોંપ્યો
- યુપીમાં પટાવાળાની દીકરીએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી, પરિવારની સાથે પડોશીઓ પણ ચોંકી ગયા
- યુપીમાં કોલેજથી પરત ફરી રહેલી છોકરી પર રસ્તો રોકીને કરાયો હુમલો, ગળા પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો