Zydus Lifesciencesના ચેરમેન પંકજ આર. પટેલને ભારતીય રિઝર્વ બેંકના સેન્ટ્રલ બોર્ડમાં પાર્ટ-ટાઇમ નોન ઓફિસિયલ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કંપનીએ 14 જૂનના રોજ જાહેરાત કરી હતી.કેબિનેટની નિમણૂક સમિતિ (ACC NSE 0.00 %) એ પંકજ પટેલની RBI એક્ટ, 1934ની કલમ 8 (1)(c) હેઠળ નિમણૂકની સૂચનાની તારીખથી ચાર વર્ષના સમયગાળા માટે અથવા આગળના આદેશો સુધી, બેમાંથી જે વહેલું હોય તે માટે નિમણૂકના પ્રસ્તાવને મંજૂરી આપી હતી.એક્સચેન્જ ફાઈલિંગમાં કંપનીએ જાણકારી આપતા જણાવ્યું છે કે કંપનીના ચેરમેનને RBIના સેન્ટ્રલ બોર્ડમાં સ્થાન મળ્યું છે. કેબિનેટ અપોઈન્ટમેન્ટ કમિટીએ પંકજ પટેલની RBI એક્ટ, 1934ની કલમ 8 (1)(c) હેઠળ નિમણૂક કરી છે. ઓફિશિયલ નોટિફિકેશશનની તારીખથી ચાર વર્ષના સમયગાળા માટે તેમની પાર્ટ ટાઈમ નોન ઓફિશિયલ ડાયરેક્ટર તરીકેના નિમણૂકના પ્રસ્તાવને મંજૂરી આપી છે.ઉલ્લેખનીય છે કે અબજોપતિ બિઝનેસમેન પોતે ભારતની પાંચમા ક્રમની સૌથી મોટી ફાર્મા કંપની કેડિલા હેલ્થકેરનાં ચેરમેન છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ ફાર્મસી અને માસ્ટર્સ ઓફ ફાર્મસીનો અભ્યાસ કર્યો છે. અભ્યાસ બાદ તેમણે પિતા રમણભાઈ પટેલની સ્થાપેલી કંપની કેડિલા હેલ્થકેરમાં કામ કરવાનું શરૂ કર્યું હતું.
Trending
- આ દિવસે રાખવામાં આવશે માઘ મહિનામાં પ્રદોષ વ્રત, જાણો કેવી રીતે મેળવવા મહાદેવના આશીર્વાદ
- આરજી કર કેસમાં કોર્ટે ચુકાદો આપ્યો, આરોપી સંજય રોય દોષિત જાહેર
- પત્નીને ગોળી મારી પતિએ એસિડ પીધું, એક જ પરિવારના બે લોકોએ જીવ ગુમાવ્યા
- કેન્સરનું જોખમ કોને વધુ , અભ્યાસમાં બહાર આવી સંપૂર્ણ માહિતી
- હવે સરકારી શાળાઓના વિદ્યાર્થીઓ IMA વિશે વાંચશે,અભ્યાસક્રમ માળખામાં સમાવેશ કરાયો
- Mahakumbh 2025: બીજું અમૃત સ્નાન યોજાશે મૌની અમાવસ્યાના દિવસે, જાણો સ્નાનનો શુભ મુહૂર્ત અને મહત્વ
- આજથી સાત દિવસ સુધી હિમાચલના ઘણા ભાગોમાં વરસાદની શક્યતા, તાપમાનમાં ઘટાડો
- ટાંડી ગામમાં આગથી પ્રભાવિત પરિવારોને રાહત પેકેજ મળશે, જાહેરનામું બહાર પાડવામાં આવ્યું