એશિયાના સૌથી મોટા ધનકુબેર ગૌતમ અદાણીનો ડંકો માત્ર ભારતમાં જ નહી પણ વિશ્વભરમાં વાગી રહ્યો છે. અનેક દેશોમાં પોતાના બંદર ધરાવતા અદાણી સાથે વધુ એક નામ જોડાઈ ગયું છે. ગૌતમ અદાણીએ સૌથી ઊંચી બોલી લગાવીને ઈઝરાયેલના ઐતિહાસિક બંદરને પોતાના નામે કર્યું હતું. આ બંદર પર હવે તેમની કંપની અદાણી પોર્ટનો અંકુશ રહેશે. અદાણી ગ્રુપમા ચેરમેન ગૌતમ અદાણીએ એક ટ્વિટમાં ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, તેમણે ઈઝરાયેલના હાઈફા બંદરગાહના ખાનગીકરણનું ટેન્ડર પાર્ટનર કંપની ગૈડોટ સાથે મળીને જીતી લીધું છે. ઈઝરાયેલ દેશના સૌથી મોટા અને ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા હાઈફા બંદરના ખાનગીકરણ માટે ટેન્ડર જારી કર્યું હતું. આ બંદર બન્ને દેશો માટે ઐતિહાસિક રૂપે ખુબ જ મહત્વપૂર્ણ બંદર છે. ઈઝરાયેલા તેના સૌથી મોટા અને ઐતિહાસિક બંદરના ખાનગીકરણ કરવાના હેતુથી ટેન્ડર જારી કર્યું હતુ અને તેના માટે વિશ્વભરની કંપનીઓને તેમાં ભાગ લેવાનું આમંત્રણ પાઠવ્યું હતું. બાદમાં ગૌતમ અદાણીની કંપની અદાણી પોર્ટે ઈઝરાયેલની કેમિકલ એન્ડ લોજિસ્ટિક કંપની ગૈડોટ સાથે મળીને આ ટેન્ડર જીતી લીધું હતું. રિપોર્ટ અનુસાર આ સોદો 1.2 અબજ ડોલરમાં થયો હોવાનું અનુમાન છે. હાઈફા પોર્ટમાં 70 ટકા હિસ્સો અદાણી પોર્ટ્સનો રહેશે જ્યારે બાકીની હિસ્સેદારી ગૈડોટ પાસે રહેશે. હાઈફા પોર્ટ આગામી 31 વર્ષ સુધી એટલે કે 2054 સુધી આ બન્ને કંપનીઓના અંકુશમાં રહેશે. હાઈફા બંદરનો સમાવેશ ઈઝરાયેલના ટોપ-3 બંદરોમાં થાય છે. તે ભૂમધ્ય સાગરના પૂર્વી કિનારા પર ઊંડા પાણી વાળુ બંદર છે. આ બંદરનું નિર્માણ 1922માં બ્રિટિશર્સ કોલોનિયલ ટાઈમથી શરૂ થયું હતું અને તેના 11 વર્ષ બાદ એટલે કે 1933માં સત્તાવાર રીતે આ બંદરને ચાલુ કરવામાં આવ્યું હતું. આ બંદર પર કોમર્શિયલ તેમજ પેસેન્જર ક્રૂઝની આવન-જાવન થાય છે.
Trending
- નેપાળના વડાપ્રધાન ઓલી ચીનની યાત્રા માટે નીકળ્યા
- એક અઠવાડિયામાં બેરૂત પર ઈઝરાયેલનો ચોથો હુમલો, ડઝનેક ઈમારતો નાશ પામી
- રશિયાએ યુક્રેનમાં પહેલીવાર MIRVનો ઉપયોગ કરીને તબાહી મચાવી દીધી
- Amazon પર 34 હજાર રૂપિયા સસ્તો મળી રહ્યો છે iPhone, ઑફર તરત જ ચેક કરો
- કોણ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી? જીત બાદ દેવેન્દ્ર ફડણવીસે મૌન તોડ્યું
- બ્રાન્ડ લીડ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેની કરારી હાર
- પાકિસ્તાનનો ખૈબર પખ્તુનખ્વા પ્રાંત થયો અશાંત, જૂથવાદી હિંસામાં 18 લોકોના મોત
- અદાણી પછી, યુએસ ન્યાય વિભાગની ભારત પર બીજી મોટી કાર્યવાહી, બાયડેને બગાડ્યા સંબંધો