મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે આઇ.ટી અને આઇ.ટી.ઇ.એસ સેક્ટરમાં રોકાણો તેમજ રોજગાર નિર્માણને વેગ આપવા ઘડેલી IT/ITES પોલિસી ર૦રર-ર૭ ને રોકાણકારોનો વ્યાપક પ્રતિસાદ મળ્યો છે. આ બેય ક્ષેત્રોના પ્રતિષ્ઠિત ઉદ્યોગ-રોકાણકારો, કંપની સંચાલકો ગુજરાતની આ પોલિસીના પ્રોત્સાહક લાભથી પ્રેરિત થઇ રાજ્યમાં રોકાણો માટે આવતા થયા છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં ગાંધીનગરમાં વધુ બે MoUસોમવારે તા.ર૦ મી જૂને સંપન્ન થયા હતા. સાયન્સ ટેકનોલોજી મંત્રી જીતુભાઈ વાઘાણી આ અવસરે સહભાગી થયા હતા. રાજ્ય સરકારના સાયન્સ ટેકનોલોજી વિભાગ અને GESIA આઇ.ટી એસોસિયેશન વચ્ચે સમજૂતિ કરાર થયા હતા. આ એસોસિયેશનની વિવિધ ૧૦ જેટલી કંપનીઓ કુલ રૂ. ર હજાર કરોડનું રોકાણ આગામી પાંચ વર્ષમાં IT ક્ષેત્રે કરવાની છે અને તેના દ્વારા અંદાજે ૬૭પ૦ લોકોને રોજગારીની વિવિધ તકો મળશે. GESIA રાજ્યમાં લીઝ, કોમર્શીયલ ઓફિસ સ્પેસ, આઇ.ટી સોફટવેર એન્ડ ઇન્ફ્રાસ્ટ્રકચર, માનવ સંશાધન, ડેટા સેન્ટર, આર એન્ડ ડી, કલાઉડ વગેરે વિષયોમાં પોતાની સેવાઓ આપશે. આ MoUઉપરાંત અમદાવાદ સ્થિત ઇન્ટીગ્રીટી ગૃપ જે લીડીંગ આઉટ સોર્સીંગ અને ફિનટેક કંપની છે તેમણે પણ રાજ્ય સરકારના સાયન્સ ટેક્નોલોજી ડિપાર્ટમેન્ટ સાથે MoUકર્યા હતા. ઇન્ટીગ્રીટી ગૃપ ર૦૧પ-૧૬ થી આ ક્ષેત્રે કાર્યરત છે અને યુ.એસ, યુ.કે સહિતના ગ્લોબલ માર્કેટમાં ખ્યાતિ ધરાવે છે. ભારતમાં પણ પાંચ શહેરોમાં ઓફિસ સાથે ૧રપ૦ કર્મચારીઓની સંખ્યા ધરાવે છે. હવે, ગુજરાત સરકાર સાથે આઇ.ટી, આઇ.ટી.ઇ.એસ પોલિસી-ર૦રર-૨૭ થી પ્રેરિત થઇને ઇન્ટીગ્રીટી ગૃપે જે MoUકર્યા છે તે અનુસાર આગામી ૩ થી પાંચ વર્ષમાં તેઓ રૂ. ૧૦૦ થી ૧પ૦ કરોડનું રોકાણ કરશે તથા ૩ હજાર જેટલા લોકોને રોજગારીના અવસર પૂરા પાડશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં આ MoUપર GESIA વતી વાઇસ ચેરમેન એન્ડ ડિરેકટર પ્રણવ પંડયા તેમજ ઇન્ટીગ્રીટી ગૃપ વતી સી.ઇ.ઓ શાલિન પરીખે તથા રાજ્ય સરકાર વતી સાયન્સ ટેક્નોલોજી સચિવ શ્રી વિજય નહેરાએ હસ્તાક્ષર કર્યા હતા. આ અવસરે મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મુખ્યસચિવ પંકજ કુમાર, અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, સચિન ગુસિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
Trending
- આ દિવસે રાખવામાં આવશે માઘ મહિનામાં પ્રદોષ વ્રત, જાણો કેવી રીતે મેળવવા મહાદેવના આશીર્વાદ
- આરજી કર કેસમાં કોર્ટે ચુકાદો આપ્યો, આરોપી સંજય રોય દોષિત જાહેર
- પત્નીને ગોળી મારી પતિએ એસિડ પીધું, એક જ પરિવારના બે લોકોએ જીવ ગુમાવ્યા
- કેન્સરનું જોખમ કોને વધુ , અભ્યાસમાં બહાર આવી સંપૂર્ણ માહિતી
- હવે સરકારી શાળાઓના વિદ્યાર્થીઓ IMA વિશે વાંચશે,અભ્યાસક્રમ માળખામાં સમાવેશ કરાયો
- Mahakumbh 2025: બીજું અમૃત સ્નાન યોજાશે મૌની અમાવસ્યાના દિવસે, જાણો સ્નાનનો શુભ મુહૂર્ત અને મહત્વ
- આજથી સાત દિવસ સુધી હિમાચલના ઘણા ભાગોમાં વરસાદની શક્યતા, તાપમાનમાં ઘટાડો
- ટાંડી ગામમાં આગથી પ્રભાવિત પરિવારોને રાહત પેકેજ મળશે, જાહેરનામું બહાર પાડવામાં આવ્યું