ગરીબોને લાભ આપતી રેશનકાર્ડ પોર્ટેબિલિટી યોજના હવે સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવી છે. આસામ એકમાત્ર રાજ્ય બાકી હતું, જેણે હજુ સુધી આ યોજના અપનાવી ન હતી. હવે આસામે પણ રેશન કાર્ડ પોર્ટેબિલિટી અપનાવી છે. આ રીતે હવે ‘વન નેશન, વન રેશન કાર્ડ’ની સિસ્ટમ અમલમાં આવી છે. ખાદ્ય મંત્રાલયે મંગળવારે આ માહિતી આપી.હવે સમગ્ર દેશમાં સબ્સિડી પર રાશન’એક રાષ્ટ્ર, એક રાશન કાર્ડ’ યોજના હેઠળ, રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ, 2013 (NFSA 2013) હેઠળ આવરી લેવામાં આવેલા લોકો હવે દેશમાં ગમે ત્યાં સબસિડીવાળા અનાજ મેળવી શકે છે.
રેશનકાર્ડ અન્ય રાજ્યનું હોય તો પણ ગરીબોને આ યોજનાનો લાભ મળશે. આ માટે, લાભાર્થીને તેમના હાલના રેશનકાર્ડના આધારે બાયોમેટ્રિક પ્રમાણીકરણ કરીને ઈલેક્ટ્રોનિક પોઈન્ટ ઓફ સેલ ડિવાઈસ (PoS ઉપકરણ)થી સજ્જ કોઈપણ ‘ફેર પ્રાઈસ શોપ’ પર સબસિડીવાળા રાશન મળશે.ઓગસ્ટ 2019માં થઈ સ્કીમની શરૂઆતમંત્રાલયે કહ્યું કે, ‘એક રાષ્ટ્ર, એક રાશન કાર્ડ’ અપનાવનાર આસામ 36મું રાજ્ય/યુટી બન્યું છે. આ સાથે હવે દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ‘એક રાષ્ટ્ર, એક રાશન કાર્ડ’ની સિસ્ટમ ઉપલબ્ધ થઈ ગઈ છે. હવે ખાદ્ય સુરક્ષા વ્યવસ્થા સમગ્ર દેશમાં પોર્ટેબલ બની ગઈ છે. ઓગસ્ટ 2019 માં, કેન્દ્ર સરકારે ‘એક રાષ્ટ્ર, એક રાશન કાર્ડ’ સિસ્ટમ લાગુ કરવાનું શરૂ કર્યું.દર મહિને આટલા લોકોને મળી રહ્યો છે લાભમંત્રાલયના જણાવ્યા અનુસાર, રાશન કાર્ડને પોર્ટેબલ બનાવવાથી રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ, 2013ના લાભાર્થીઓ માટે સબસિડીવાળા રાશનની ખાતરી કરવામાં મદદ મળી છે. આનાથી પ્રવાસી લાભાર્થીઓને ખાસ કરીને કોવિડ રોગચાળાના છેલ્લા બે વર્ષમાં મદદ મળી છે.
મંત્રાલયના જણાવ્યા અનુસાર, વર્ષ 2019 થી અત્યાર સુધીમાં દેશમાં 71 કરોડ પોર્ટેબલ રાશન ટ્રાન્ઝેક્શન થયા છે અને તેમાં લાભાર્થીઓને લગભગ 40 હજાર કરોડ રૂપિયાનું રાશન આપવામાં આવ્યું છે. હાલમાં, રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ, 2013 અને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અંત્યોદય યોજના (PMGKAY) હેઠળ દર મહિને સરેરાશ 3 કરોડ પોર્ટેબલ રાશન વ્યવહારો કરવામાં આવે છે.