ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં ડાઉનટ્રેન્ડ ચાલુ છે. વિશ્વની સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી હાલમાં 20,000 ડોલરથી ઉપર ટ્રેડ કરી રહી છે, પરંતુ છેલ્લા 24 કલાકમાં તે આ મનોવૈજ્ઞાનિક સ્તર ($19925) થી નીચે ટ્રેડિંગ કરતી જોવા મળી છે.
ક્રિપ્ટોકરન્સી માર્કેટનું માર્કેટ કેપ 1 ટ્રિલિયન ડોલરની નીચે આવી ગયું છે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે નવેમ્બરમાં બિટકોઈન 69900 ડોલરના સ્તરે પહોંચી ગયો હતો. પરંતુ, ત્યારથી તેમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. નવેમ્બરથી તેની કિંમતોમાં લગભગ 56 ટકાનો ઘટાડો થયો છે.
બીજી સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી એથેરિયમની કિંમતમાં 8 જુલાઈથી સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. નિષ્ણાતોના મતે, જો તેની કિંમત $ 1140 થી નીચે આવે છે, તો તે $ 900 ની રેન્જમાં આવી શકે છે.
dogecoin, shiba inu, xrp, solana, bnb, litecoin, chainlink, polkadot, avlanche, tether, uniswapમાં પણ છેલ્લા 24 કલાકમાં ઘટાડો થયો છે. ડોગેકોઈનમાં 6 ટકા અને shiba inuમાં 5 ટકાનો ઘટાડો નોંધાયો છે.
તે જ સમયે, Polygon Maticમાં છેલ્લા 24 કલાક દરમિયાન તેજીનું વલણ જોવા મળ્યું છે, તે 0.58 ડોલર પર ટ્રેડ થઈ રહ્યું છે.