જો તમે પણ ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરતા હોય તો તમારા માટે મહત્વના સમાચાર છે. દેશના આવકવેરા વિભાગ દ્વારા ડિજીટલ એસેટ્સ માટે ટીડીએસ કપાતને લઇને કેટલાક નિયમો જાહેર કરવામાં આવ્યા છે. આ નવા નિયમોનું અમલીકરણ 1 જુલાઇથી થશે. આ હેતુસર ફાઇનાન્સ એક્ટ 2022માં આઇટી એક્ટમાં કલમ 194 એસ દાખલ કરવામાં આવી છે. વર્ચ્યુઅલ ડિજીટલ એસેટ્સ અથવા ક્રિપ્ટોકરન્સીની વાર્ષિક 10,000 રૂપિયાથી વધુના પેમેન્ટ પર 1 ટકા TDS કપાત અંગે છે. આપને જણાવી દઇએ કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસએ 21 જૂને આઇટી નિયમોમાં કેટલાક સુધારા જાહેર કર્યા હતા. આ સુધારા ફોર્મ 16QE અને ફોર્મ 16Eમાં ટીડીએસ રિટર્ન સંબંધિત છે. નોટિફિકેશન અનુસાર કલમ 194S અંતર્ગત કાપવામાં આવેલા TDSને 30 દિવસની અંદર જમા કરાવવાનો રહેશે. જે મહિનામાં ટીડીએસ કપાશે તે મહિનાના અંત સુધીમાં એટલે કે 30 દિવસની અંદર ટીડીએસ જમા કરાવવો અનિવાર્ય છે. ટીડીએસ તરીકે કપાયેલા આ કર ફોર્મ 26QEમાં જાહેર કરાશે. ફોર્મ 26QE ભરવા માટે શરત એવી છે કે તમારે વર્ચ્યુઅલ ડિજીટલ એસેટના ટ્રાન્સફરની તારીખ, VDAની વેલ્યૂ તેમજ VDAની ચૂકવણી મોડની વિગતો પણ ભરવાની રહેશે. ચૂકવણી રોકડ રીતે કરવામાં આવી હોય અથવા અન્ય VDA સાથે અદલાબદલી કરાઇ હોય, તો આ દરેક જાણકારીનો ઉલ્લેખ ફોર્મ 26QEમાં કરવાનો રહેશે. નોંધનીય છે કે, છેલ્લા કેટલાક વર્ષોથી દેશમાં રોકાણ માટેના પરંપરાગત સ્ત્રોત ઉપરાંત ક્રિપ્ટોમાં રોકાણનો પણ મોટા પાયે ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે અને ભારતમાં પણ કરોડો ક્રિપ્ટો યૂઝર્સ છે ત્યારે સરકારે આ બજેટ 2022-23માં ક્રિપ્ટો એસેટ્સ પર આવકવેરાનો નિયમ લાગુ કર્યો હતો. આ નિયમ 1 એપ્રિલથી લાગૂ કરવામાં આવ્યો છે. જેમાં ક્રિપ્ટોકરન્સીના ટ્રાન્ઝેક્શનથી નફો થાય તો 30 ટકા આવકવેરો, સેસ અને સરચાર્જની વસૂલાત કરવામાં આવી રહી છે.
Trending
- ટ્રમ્પના શપથ ગ્રહણ પહેલા એલોન મસ્ક ભારતીય ઉદ્યોગપતિઓને મળ્યા
- મૌની અમાવસ્યા પર ક્યારે સ્નાન કરવું અને દાન કરવું? શુભ મુહૂર્ત જાણો
- આ ચમત્કારિક પાનનું પાણી દરરોજ પીઓ, તમારા ચહેરા પરની કરચલીઓ ઓછી થવા લાગશે!
- આજનું પંચાંગ 19 જાન્યુઆરી 2025 : જાણો આજની તિથિ, નક્ષત્ર, યોગ સહિત પંચાંગનો શુભ સમય
- 3 રાશિના જાતકોનું ભાગ્ય ચમકી જશે,વાંચો આજનું રાશિફળ
- નારંગી રંગના પોશાક સ્ટાઇલિશ લુક આપશે, તેને પહેરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો
- આ છે શનિદેવના 5 પ્રખ્યાત મંદિરો, જ્યાં શનિવારે ઉભરાય છે ભક્તોનું ઘોડાપુર
- હોન્ડાનું સસ્તું અને શક્તિશાળી ઈલેક્ટ્રિક એક્ટિવા લોન્ચ થયું, જાણો તેની વિષેશતા