સીતારમણે એક ટ્વિટમાં લખ્યું છે કે, ભારત સરકારની નાની બચત યોજનાઓના વ્યાજ દર 2020-2021ના છેલ્લા ક્વાર્ટરમાં હતા એટલા જ રહેશે. નાણામંત્રી નિર્મલા સીતારામણે ટ્વિટ કરતા કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે નાની બચત યોજનાઓ પર જૂના વ્યાજ દરોમાં ઘટાડાના આદેશને પાછો ખેંચી લીધો છે. PPF સહિતની નાની બચત યોજનાઓના વ્યાજના દરમાં 1.1 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, બુધવારે, સરકારે જાહેર બચાવ ભંડોળ (PPF) અને રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર (NSC) સહિત નાની બચત યોજનાઓ પર વ્યાજ દરમાં 1.1 ટકાનો ઘટાડો કર્યો હતો. આ કપાત એપ્રિલ 1થી શરૂ થતાં 2021-22ના પ્રથમ ક્વાર્ટર માટે કરવામાં આવી હતી.એક વર્ષની મુદતની થાપણો પર ઘટાડો કરાયો નાણાં મંત્રાલયના બુધવારે આપેલા જાહેરનામા મુજબ, PPF પરનું વ્યાજ 0.7 ટકા ઘટીને 6.4 ટકા કરાયું હતું, જ્યારે, NSC પર તે 0.9 ટકા ઘટાડીને 5.9 ટકા કરાયું છે. જાહેરનામા મુજબ, નાણાકીય વર્ષ 2021-22ના પ્રથમ ત્રિમાસિક એપ્રિલથી જૂન માટે વિવિધ નાની બચત યોજનાઓના વ્યાજના દરમાં સુધારો કરવામાં આવ્યો હતો.