ઓછી મૂડીમાં શરૂ કરો આ બિઝનેસ, કરો લાખોની કમાણી !! NEW STARTUP
પૌઆને ન્યૂટ્રિટિવ ફૂડ માનવામાં આવે છે. પૌઆ ખાસ કરીને નાસ્તામાં ખાવામાં આવે છે. કારણકે તેને બનાવવા અને પચાવવા બંને આસાન છે. આ જ કારણ છે કે પૌઆ માર્કેટમાં ઝડપથી વધી રહ્યા છે. આવામાં પૌઆનુ મેન્યુફેક્ચરિંગ યુનિટ નાંખીને બિઝનેસ શરૂ કરવાથી તમને ફાયદો થશે.
90 ટકા મળશે લોન
khadi village industries commission દ્વારા તૈયાર કરવામાં આવેલ પ્રોજેક્ટ પ્રોફાઇલ રિપોર્ટ અનુસાર પૌઓ મેન્યુફેક્ચરિંગ યુનિટ કોસ્ટ લગભગ 2.43 લાખ રૂપિયા છે અને સરકાર તમને 90 ટકા સુધી લોન આપે છે. એટલે કે તમારી પાસે 25 હજાર રૂપિયા ગોય તો આ બિઝનેસ શરૂ કરી શકો છો.
આટલો આવશે ખર્ચ
KVICની રિપોર્ટ અનુસાર 2.43 લાખ રૂપિયાનુ ઇનવેસ્ટમેન્ટ કરીને આ બિઝનેસ શરૂ કરી શકો છો. લગભગ 500 વર્ગફૂટ સ્પેસમાં તમે આ યુનિટ લગાવી શકો છો. જેના પર તમારે 1 લાખ રૂપિયા ખર્ચવા પડશે. તમારે પૌઆ મશીન, સિવ્સ, ભઠ્ઠો, પેકિંગ મશીન ડ્રમ વગેરે પર 1 લાખ રૂપિયાનો ખર્ચ થશે. જે રીતે તમારે 2 લાખ રૂપિયા ખર્ચાશે. જ્યારે વર્કિંગ કેપિટલ તરીકે માત્ર 43 હજાર રૂપિયા ખર્ચવામાં આવશે.
કેટલી થશ કમાણી
પ્રોજેક્ટ રિપોર્ટ અનુસાર પ્રોજેક્ટ શરૂ કર્યા બાદ રૉ મટેરિયલ લેવુ પડશે જેના પર લગભગ 6 લાખ રૂપિયાનો ખર્ચ આવશે. તે સિવાય તમારે લગભગ 50000 રૂપિયા ખર્ચ કરવામાં આવશે. જેની કોસ્ટ ઓફ પ્રોડક્શન 8.60 લાખ રૂપિયા આવશે. માટે તમને લગભગ 1.40 લાખ રૂપિયાની કમાણી થશે.
આ રીતે મળશે લોન
જો તમે KVICની રિપોર્ટ અનુસાર પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરો છો તો ગ્રામોદ્યોગ રોજગાર યોજના હેઠળ લોન અપ્લાય કરી શકશો અને તમારી લોન અપ્રુવ થવા પર 90 ટકા સુધીની લોન મળશે.