ખેડૂતે લાખોની ઊપજ કરી:ડીસા તાલુકાના ખેડૂતે 45 વીઘામાં ઓર્ગેનિક સકરટેટીનું ઉત્પાદન કરી 45 લાખની આવક કરી, કાશ્મીરમાં કરે છે નિકાસબનાસકાંઠાના વાસણા ગામ પાસે સંતોષી ગોળિયાના દિવ્યાંગ ખેડૂતે 45 વીઘા જમીનમાં સકરટેટીનું વાવેતર કરી 45 લાખ રૂપિયાની મબલખ કમાણી કરી અન્ય ખેડૂતો માટે પ્રેરણાદાયી સાબિત થયા છે. દિવ્યાંગ ખેડૂત નરેશભાઈએ ખેતીની અંદર આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી સારી ખેતી કરવાનો પ્રયત્નો કર્યો હતો. ખેડૂતે ફક્ત રાસાયણિક ખાતર જ નહીં, પણ સાથે સાથે જૈવિક ખાતરનો પણ ઉપયોગ કર્યો હતો, જેથી ખેતી ખર્ચમાં બહુ મોટો ઘટાડો થયો હતો.માર્કેટની સ્થિતિ જોઈ મધુ ટેટીનું વાવેતર કર્યું ડીસા તાલુકાના વાસણા સંતોષી ગોળિયામાં રહેતા નરેશભાઈ બાબુભાઈ માળી, જેઓ એક પગે દિવ્યાંગ હોવા છતાં પણ ખેતીમાં સફળતા મેળવી પ્રગતિશીલ ખેડૂત બન્યા છે. નરેશભાઈને આમ તો ખેતીનો વ્યવસાય વારસાગતમાં મળ્યો છે. તેમના પિતા પરંપરાગત ખેતી કરતા હતા, પરંતુ છેલ્લાં સાત-આઠ વર્ષથી તેમને ખેતીમાં કંઈક નવું કરવાનો વિચાર આવ્યો હતો, જેથી તેમણે માર્કેટની સ્થિતિ જોઈ શરૂઆતમાં મધુ ટેટીનું વાવેતર કર્યું હતું, જેની માગ બજારમાં સારી હોવાથી તેમને ટેટીમાં સારી સફળતા મળી હતી. એ બાદ તેઓ સરકારી સહાય અને આધુનિક ટેક્નોલોજીની મદદથી મધુ ટેટીનું વાવેતર વધારતા ગયા હતામધુ ટેટીનો ભાવ અન્ય ટેટી કરતાં વધુઆ વર્ષે તેમણે 45 વીઘા જમીનમાં મધુ નામની સકરટેટીનું વાવેતર કર્યું હતું, જેમાંથી તેમને અંદાજિત 45 લાખ રૂપિયા જેટલો નફો થયો છે. મધુ સકરટેટી અન્ય જાત કરતાં લાંબો સમય તાજી રહેતી હોવાના કારણે માર્કેટમાં એની માગ વધુ છે. મધુ ટેટીનો ભાવ અન્ય ટેટી કરતાં કિલે રૂપિયા બેથી ત્રણ વધુ ભાવ મળે છે. આ વર્ષે નરેશભાઈએ એક કિલે સરેરાશ 12 રૂપિયે વેચાણ કર્યું છે. બનાસકાંઠા અને ગુજરાતમાં થતી મોટા ભાગની મધુ સકરટેટી કાશ્મીરમાં નિકાસ થાય છે. નરેશભાઈ જેવા ખેડૂત દિવ્યાંગ હોવા છતાં પણ પોતાની સૂઝબૂઝથી ખેતીમાં કંઈક નવું કરી સફળતા મેળવી અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બની રહ્યા છે.ગામમા ઊંચામાં ઊંચો ભાવ મારી મધુ સકરટેટીનો જ આવે છેઃ ખેડૂતઆ અંગે દિવ્યાંગ ખેડૂત નરેશભાઈએ જણાવ્યું હતું કે મેં ઓર્ગેનિક ખેતી શરૂ કરી છે. ઓર્ગેનિકમાં મધુ સકરટેટીનું વાવેતર કર્યુ છે, જેમાં હું સકરટેટીના પાકમાં જીવામૃત બેક્ટેરિયા આપું છું અને ઉપર છાશનો છંટકાવ કરું છું. હું વર્ષના ત્રણ ક્રોપ લઉં છું. ત્યારે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડીસાના યોગેશ પવારનો બહુ આભારી છું, તેમણે ખૂબ જ સજેશન આપ્યા છે અને સામેથી ફોલોપ લીધા છે, હું તેમનો ઋણી છું. ખેતીમાં દર વર્ષ હું ત્રણ ક્રોપ લઉં છું. ત્રણેય ક્રોપમાં હું સારી આવક મેળવું છું. મારા ગામમા ઊચામાં ઊંચા ભાવ મારી મધુ સકરટેટીના જ આવતા હોય છે. મારું કહેવું છે કે આ પ્રમાણે ખેતી કરવાથી આપણે પગભર થઈ શકીએ છીએ, જેમાં સરકારની સહાય અને સબસિડી પણ મળે છે, જેનો પણ લાભ લઈ શકાય છે.અન્ય ખેડૂતો પણ આ પ્રમાણે ખેતી કરે એવી અપીલ કરીતેમણે વધુમાં જણાવ્યું હતું કે આ વર્ષે મેં 45 વીઘામાં મધુ સકરટેટીનું વાવેતર કર્યું છે, જેમાં એક વીઘાદીઠ એક લાખ રૂપિયાની આવક થશે એવી હું આશા ધરાવું છું, કેમ કે સકરટેટીની સારીએવી વરાઇટીના સારાએવા ભાવ મળે છે. અન્ય વરાઇટી કરતાં મધુ ટેટીના વિશેષ ભાવ મળશે. સકરટેટીની મધુ વરાઇટીમાં 17થી 18 ટનની ગાડી એકસાથે ભરાય છે. ત્યારે સકરટેટીની આવી વરાઇટી વાવી અન્ય ખેડૂતો પણ પગ ભર બંને એવી હું તમામ ખેડૂતોને અપીલ કરું છું.દિવ્યાંગ ખેડૂત નરેશભાઈએ આગળ જણાવ્યું હતું કે મારી સકરટેટીની અન્ય રાજ્યમાં પણ જાય છે, જેથી ત્યાંથી સારોએવો ભાવ પણ મળે છે તેમજ આ સકરટેટીની સારીએવી માગ પણ છે. ત્યારે આવનારાં વર્ષોમાં બીજા ખેડૂતોને પણ અપીલ કરું છું કે તેઓ પણ આ પ્રમાણેની ખેતી કરીને પગભર બને.પ્રતિ વીઘાએ 7થી 8 ટન સકરટેટીનું ઉત્પાદન મેળવ્યુંઃ ડૉ. યોગેશ પવારઆ અંગે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ડો. યોગેશ પવારે જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લાની અંદર વાસણા ગોળિયાના ખેડૂત નરેશભાઈ ગેહલોત દિવ્યાંગ ખેડૂત છે. તેમ છતાં તેમણે ખેતીની અંદર સારીએવી સફળતા મેળવી છે. ખેતીની અંદર નવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી સારીએવી ખેતી કરવાના તેમના જે પ્રયત્નો છે એમાં તેમને સફળતા મળી છે. અમે તેમને સકરટેટીની અંદર ધરુથી વાવેતર કરવાની શરૂઆત કરાવી હતી, સાથે સાથે આ વખતે સકરટેટીની સાથે પપૈયાનું વાવેતર કરવાની પણ શરૂઆત કરાવી છે, તેમને ફક્ત ખેતીની અંદર રાસાયણિક ખેતી પર આધાર ના રાખી અને જૈવિક ખાતર થકી ખેતી ખર્ચમાં બહુ મોટો ઘટાડો જોવા મળ્યો છે. પ્રતિ વીઘાએ 7થી 8 ટન ઉત્પાદન તેમણે મેળવ્યું છે. તેઓ જે સકરટેટીની ખેતી કરે છે એ એક્સપોર ક્વોલિટીની વરાઇટી હોવાથી અન્ય રાજ્યમાં એની મોટા પાયે માગ છે અને બજાર ભાવ પણ ઊંચા આવે છે. ત્યારે આ પ્રકારની વરાઇટીની ખેતી કરી તેઓ 45 વીઘામાંથી સારીએવી કમાણી કરે છે. આ ઉપરાંત અન્ય પાકોની અંદર આધુનિક ખેતી દ્વારા બીજા ખેડૂતોને પણ પ્રેરણા આપવાનું કામ નરેશભાઈ કરી રહ્યા છે.
Trending
- આ દિવસે રાખવામાં આવશે માઘ મહિનામાં પ્રદોષ વ્રત, જાણો કેવી રીતે મેળવવા મહાદેવના આશીર્વાદ
- આરજી કર કેસમાં કોર્ટે ચુકાદો આપ્યો, આરોપી સંજય રોય દોષિત જાહેર
- પત્નીને ગોળી મારી પતિએ એસિડ પીધું, એક જ પરિવારના બે લોકોએ જીવ ગુમાવ્યા
- કેન્સરનું જોખમ કોને વધુ , અભ્યાસમાં બહાર આવી સંપૂર્ણ માહિતી
- હવે સરકારી શાળાઓના વિદ્યાર્થીઓ IMA વિશે વાંચશે,અભ્યાસક્રમ માળખામાં સમાવેશ કરાયો
- Mahakumbh 2025: બીજું અમૃત સ્નાન યોજાશે મૌની અમાવસ્યાના દિવસે, જાણો સ્નાનનો શુભ મુહૂર્ત અને મહત્વ
- આજથી સાત દિવસ સુધી હિમાચલના ઘણા ભાગોમાં વરસાદની શક્યતા, તાપમાનમાં ઘટાડો
- ટાંડી ગામમાં આગથી પ્રભાવિત પરિવારોને રાહત પેકેજ મળશે, જાહેરનામું બહાર પાડવામાં આવ્યું