અદાણી ગૃપે એવિએશન ઈન્ડસ્ટ્રીમાં એક મોટી ડીલ કરી છે. ગૌતમ અદાણીના લીડરશીપની અદાણી એન્ટરપ્રાઈઝેઝની એક સબ્સિડિયરીએ કોમર્શિયલ ડ્રોન બનાવનાર બેંગલોરની એક સ્ટાર્ટએપ કંપનીમાં ઈન્વેસ્ટ કર્યું છે.50 % ભાગીદારી ખરીદવાની ડીલઅદાણી ગૃપ ડિફેન્સ સેક્ટરમાં પણ ધીરે-ધીરે પોતાની દખલ વધારી રહી છે. ગૃપની અદાણી ડિફેન્સ સીસ્ટમ એન્ડ ટેક્નોલોજીસ્ટે જનરલ એરોનોટિક્સ નામની ડ્રોન બનાવનાર કંપનીમાં 50 % ભાગીદારી ખરીદવા માટે એક ડીલ કરી છે. અદાણી ડિફેન્સના CEO આશીષ રાજવંશીએ BSI ફાઈલિંગમાં માહિતી આપી કે, આ અધિગ્રહણથી કંપનીએ પોતાની મિલિટ્રી યૂએવી ક્ષમતા વધારવામાં મદદ મળશે.ખેતી માટે કરશે કામએટલું જ નહીં આ ડીલમાં સૈન્ય ક્ષમતા માટે કામ કરવાની સાથે-સાથે સ્થાનિક કૃષિ સેક્ટર માટે પણ સમાધાન વિકસીત કરવા પર જોર આપવામાં આવશે. જનરલ એરનોટિક્સ મુખ્ય રીતે એગ્રી સેક્ટર માટે કામ કરે છે. તે રોબોટિક ડ્રોન બનાવે છે જે પાકની સુરક્ષા માટે અલગ-અલગ પ્રકારથી કામ લેવામાં આવે છે. સાથે જ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરી પાકની દેખરેખ પણ કરે છે.31 જુલાઈ સુધીમાં પૂરી થશે ડીલજો કે, આ સમજૂતિ કેટલા રૂપિયામાં થઈ છે, કંપની હાલ તેની જાણકારી આપી રહી નથી, પરંતુ આ ડીલ 31 જુલાઈ 2022 સુધી પૂરી કરવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. એવિએશન સેક્ટરમાં પણ અદાણી ગૃપે તાજેત્તરમાં ઘણું રોકાણ કર્યું છે. કંપનીના કેટલાક એરપોર્ટના સંચાલનનો કોન્ટ્રાક્ટ મેળવ્યો છે. વર્તમાનમાં કંપનીની પાસે દેશના મુખ્ય એરપોર્ટના ઓપરેશનનો કોન્ટ્રાક્ટ છે, તેમાં જયપુર, અમદાવાદ અને મુંબઈના એરપોર્ટ સામેલ છે.કેન્દ્ર સરકાર દેશમાં ડ્રોન સેક્ટરમાં ઘણો ભાર આપી રહ્યા છે. તેના માટે સરકારે ડ્રોન નીતિ પણ તૈયાર કરી છે. ત્યાં જ સ્થાનિક સ્તર પર તેના મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવું પણ સરકારનો લક્ષ્ય છે.
Trending
- આ દિવસે રાખવામાં આવશે માઘ મહિનામાં પ્રદોષ વ્રત, જાણો કેવી રીતે મેળવવા મહાદેવના આશીર્વાદ
- આરજી કર કેસમાં કોર્ટે ચુકાદો આપ્યો, આરોપી સંજય રોય દોષિત જાહેર
- પત્નીને ગોળી મારી પતિએ એસિડ પીધું, એક જ પરિવારના બે લોકોએ જીવ ગુમાવ્યા
- કેન્સરનું જોખમ કોને વધુ , અભ્યાસમાં બહાર આવી સંપૂર્ણ માહિતી
- હવે સરકારી શાળાઓના વિદ્યાર્થીઓ IMA વિશે વાંચશે,અભ્યાસક્રમ માળખામાં સમાવેશ કરાયો
- Mahakumbh 2025: બીજું અમૃત સ્નાન યોજાશે મૌની અમાવસ્યાના દિવસે, જાણો સ્નાનનો શુભ મુહૂર્ત અને મહત્વ
- આજથી સાત દિવસ સુધી હિમાચલના ઘણા ભાગોમાં વરસાદની શક્યતા, તાપમાનમાં ઘટાડો
- ટાંડી ગામમાં આગથી પ્રભાવિત પરિવારોને રાહત પેકેજ મળશે, જાહેરનામું બહાર પાડવામાં આવ્યું