WABetaInfo ના અહેવાલ મુજબ, વોટ્સએપ હાલમાં વોઇસ વેવફોર્મ પર કામ કરી રહ્યું છે. આ સુવિધા દ્વારા કંપની વોટ્સએપમાં કેટલાક કોસ્મેટિક ફેરફાર કરી રહી છે. વોઇસ-નોટ માટે આ સુવિધાના રોલઆઉટ પછી યુઝર્સને આ સંદેશ વેવફોર્મમાં જોવા મળશે. હાલમાં જ્યારે તમે વોટ્સએપમાં વોઇસ નોટ મોકલો છો ત્યારે એક સીધી લાઇન દેખાય છે.Whatsapp યુઝર્સ માટે બે નવી સુવિધાઓ લાવી રહ્યું છે. જેમાં હવે Whatsapp યુઝર્સને તેમના કોન્ટેક પર સ્ટીકર પેક મોકલી શકશે. આ સિવાય કંપનીએ વોઇસ નોટમાં પણ ફેરફાર કર્યા છે. હવે યુઝર્સને પ્રાપ્ત થયેલી વોઇસ નોટ સીધી લાઇનને બદલે વેવફોર્મમાં જોવા મળશે. Whatsapp યુઝર્સ માટે આ નવા ફીચર્સને આગળ ધપાવી રહી છે.
1 July થી થશે બેંકથી લઈ લાઇસન્સ સુધીના નિયમો માં ફેરફાર
વોટ્સએપમાં આવનારી આ સુવિધા ઇન્સ્ટાગ્રામના વોઇસ મેસેજ ફિચર જેવી જ છે. વોટ્સએપનું આ ફીચર વર્ઝન નંબર 2.21.13.17 પરથી રોલ કરવામાં આવી રહ્યું છે. કંપની ટૂંક સમયમાં Android અને iOS વપરાશકર્તાઓ માટે આ સુવિધાનું વર્ઝન રજૂ કરશે.વોટ્સએપ તેના એન્ડ્રોઇડ બીટા એપ માટે ફોરવર્ડ સ્ટીકર પેક પણ રોલ કરી રહ્યું છે. કંપની વોટ્સએપ બીટાના એન્ડ્રોઇડ વર્ઝન 2.21.13.15 સાથે આ સુવિધા લાવી રહ્યું છે. આ સુવિધાની મદદથી યુઝર્સ તેમના સંપર્કો સાથે સ્ટીકર પેક શેર કરવામાં સક્ષમ હશે. આ સુવિધા વોટ્સએપના બિલ્ટ સ્ટીકરો માટે ઉપલબ્ધ રહેશે. યુઝર્સ આના દ્વારા થર્ડ પાર્ટી સ્ટીકર પેક્સને ફોરવર્ડ કરી શકશે નહીં.
જો તમે વોટ્સએપ બીટા યુઝર્સ છો તો તમે તમારા ફોનમાં આ નવી સુવિધા ચકાસી શકો છો. બીટા યુઝર્સ વોટ્સએપ સ્ટીકર્સ સ્ટોર પર જઈને ફોરવર્ડ સ્ટીકર બટનને ચકાસી શકે છે. આઇઓએસ માટે પણ કંપની આ નવી સુવિધા વિકસાવી રહી છે.
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268