અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન 22 જાન્યુઆરી 2024ના રોજ થવાનું છે. ઐતિહાસિક દિવસને વધુ ખાસ બનાવવા માટે દેશભરમાંથી ઘણી જાણીતી હસ્તીઓને ઉદ્ઘાટન પહેલા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ પત્રો મોકલવામાં આવી રહ્યા છે.
સમારોહ માટે ‘શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર’ એ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી, મુકેશ અંબાણી અને રતન ટાટા સહિત લગભગ 8 હજાર લોકોને આમંત્રણ મોકલવામાં આવ્યું છે આ યાદીમાં અભિનેતા અમિતાભ બચ્ચન અને અક્ષય કુમારની સાથે ક્રિકેટર સચિન તેંડુલકર અને વિરાટ કોહલીનું નામ પણ સામેલ છે.
મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર રહેશે તેમજ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ભૂતપૂર્વ સિવિલ સર્વિસ ઓફિસર્સ, રિટાયર્ડ આર્મી ઓફિસર્સ, વકીલો, વૈજ્ઞાનિકો અને કવિઓને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) ના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે 8 હજાર આમંત્રિતોમાંથી લગભગ 6 હજાર દેશભરના સંતો અને પૂજારીઓ હશે. જ્યારે બાકીના 2 હજાર લોકો વિવિધ વિસ્તારોમાંથી વીવીઆઈપી હશે.
એક અધિકારીએ જણાવ્યું કે સમારોહ પહેલા દરેક સાથે એક લિંક શેર કરવામાં આવશે. જેનો ઉપયોગ કરીને દરેક વ્યક્તિએ આ લિંક પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. જે પછી એક બાર કોડ જનરેટ કરવામાં આવશે. આ બાર કોડનો ઉપયોગ એન્ટ્રી પાસ તરીકે કરી શકાશે.