ફેસબુક અને ગૂગલ જેવા દિગ્ગજોથી લઈને HealthifyMe જેવા સ્ટાર્ટ અપ્સ પણ લોકોની વેક્સીનેશન અપોઈન્ટમેન્ટ માટે સ્લોટ શોધવામાં મદદ માટે અનેક ટૂલ્સ લઈને આવ્યા હતા. Under45 અને GetJab જેવા પ્લેટફોર્મ તો રાતોરાત લોકપ્રિય થઈ ગયા. જ્યારે તે વેક્સીન સ્લોટ ખૂલવા પર લોકોને અલર્ટ કરવા લાગ્યા. મે મહિનામાં પેટીએમે જાતે પોતાની એપ પર વેક્સીન ફાઈન્ડર Vaccine Finder’ સુવિધા શરૂ કરી દીધી હતી. આ સુવિધા દ્વારા વેક્સીન બુકિંગ માટે સ્લોટ સરળતાથી શોધી શકાય છે.
તમારા પ્રોવિડન્ટ ફંડમાં કેટલું બેલેન્સ છે,એ આ નંબર પર મેસેજ કરો અને એક મિનિટમાં જાણો
ડિજિટલ પેમેન્ટની કંપનીએ સોમવારે પોતાની એપ પર વેક્સીન અપોઈન્ટમેન્ટ બુક કરાવવાની સુવિધા લોન્ચ કરી દીધી. પેટીએમે કહ્યું કે તેના યૂઝર્સ હવે એપ પર ઉપલબ્ધ સ્લોટ શોધવાની સાથે જ વેક્સીનેશન અપોઈન્ટમેન્ટ પણ બુક કરાવી શકશે. Digital Payment Company પેટીએમની આ સુવિધાથી યૂઝર્સને મોટો ફાયદો પહોંચશે. પહેલાં યૂઝર્સ પેટીએમ દ્વારા વેક્સીન સ્લોટ તો શોધી શકતા હતા. પરંતુ તેમને અપોઈન્ટમેન્ટ બુક કરવા માટે બીજી વેબસાઈટ પર જવું પડતું હતું.Paytmએ એક નિવેદનમાં કહ્યું કે પેટીએમ યૂઝર્સ હવે Paytm Appના માધ્યમથી નજીકના સેન્ટર પર કોવેક્સીન covaxin અને કોવિશીલ્ડ covishield બંને વેક્સીન માટે સર્ચ કરી શકે છે. સ્લોટ શોધી શકીએ છીએ અને અપોઈન્ટમેન્ટ પણ બુક કરાવી શકીએ છીએ. આ સેવા ભારતીયોને વેક્સીનેશન સ્લોટ બુક કરી ઈમ્યૂનિટી પ્રાપ્ત કરવા અને હાલના સમયમાં મહામારી સાથે શોધવામાં મદદ કરશે.
કોવિનના પ્રમુખ આર.એસ.શર્માએ હાલમાં જ કહ્યું હતું કે પેટીએમ, મેક માય ટ્રિપ અને ઈન્ફોસિસ જેવી મોટી ડિજિટલ કંપનીઓ સહિત એક ડઝન સંસ્થાન વેક્સીન માટે અપોઈન્ટમેન્ટ બુક કરવાની સુવિધા માટે અનુમતિ માગી રહ્યા છે. સરકારે છેલ્લાં મહિને જ તેના માટે ગાઈડલાઈન્સ જાહેર કરી દીધી હતી. જેનાથી આવી એપ્સ માટે વેક્સીન બુકિંગની રજૂઆતનો રસ્તો સાફ થઈ ગયો હતો.
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
અશોક શેઠ મો.9426488188
કૃણાલ શેઠ, મો. 9427535268